જાપાનનાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાથી તેમના સ્વાગત માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તેમના સ્વાગત માટે એરપોર્ટથી રિવરફ્રન્ટ સુધી તૈયાર કરાયેલા અંદાજે 40 જેટલા સ્ટેજમાં દેશ-વિદેશના કલાકારો પોતાની કળાને આગવી શૈલીમાં રજૂ કરશે.
અમદાવાદ એરપોર્ટથી રિવરફ્રન્ટ સુધી અંદાજે 40 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં દેશ-વિદેશના અનેક કલાકારો પોતાની કળાને આગવી શૈલીમાં રજૂ કરશે. આ કળાને નિહાળતાં-નિહાળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આગળ વધશે.
મોદી-આબે અમદાવાદ રિવરફ્રન્ટ પર વોક-એન્ડ ટોક કરવાનાં છે. તે સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે. જેથી અહીં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને બંન્ને બાજુ પર મોદી અને આબેની મોટી પ્રતિકૃતિ મૂકાઇ છે. આ ઉપરાંત જાપાનીઝ ભાષામાં લખાણ સાથે સ્વાગત સંબોધન લખાયુ છે. ઉપરાંત ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ પણ મુકાઇ છે.