ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં જાપાન-ભારતની એન્યુઅલ સમિટ યોજાવવાની છે ત્યારે રાજ્ય સરકારના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ મહાત્મા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
મહાત્મા મંદિર ખાતે બન્ને દેશો વચ્ચે પોલિટિક્લસ તથા ઇકોનોમિક સહિત મુદ્દાઓ પર કરાર થશે, તદ્દઉપરાંત મહાત્મા મંદિર ખાતે આ પ્રકારનો કાર્યક્રમ હોવાને કારણે રાજ્યના ગૃહ વિભાગ ધ્વારા સુરક્ષા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા મહાત્મા મંદિર જતો માર્ગ ,રાજભવન તરફ જતો માર્ગ સહિત ગાંધીનગરના મુખ્ય માર્ગ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તથા મહાત્મા મંદિરની 300 જેટલા સીસીટીવી કેમેરા સહિત 10 સ્કેનર બેગ ચેકિંગ મશીન મુકવામાં આવ્યા છે. આઇબી સહિત પોલીસ વિભાગ તમામ પ્રકારની સુરક્ષામાં વ્યવસ્થાને ધ્યાને લેવાઈ છે.
સુરક્ષા બંદોબસ્ત
1 આઈજીપી
6 એસપી
2 એએસપી
35 ડીવાયએસપી
70 પીઆઈ
150 પીએસઆઈ
1800 પોલીસ જવાન
300 સીસીટીવી કેમેરા
10 બેગ સ્કેનર મશીન
1 આઈજીપી
6 એસપી
2 એએસપી
35 ડીવાયએસપી
70 પીઆઈ
150 પીએસઆઈ
1800 પોલીસ જવાન
300 સીસીટીવી કેમેરા
10 બેગ સ્કેનર મશીન