મોદીનું નામ વટાવી લેવામાં બોલિવૂડ પણ નથી પાછળ, 4 ફિલ્મોમાં પીએમનું કેરેક્ટર

modi-and-bollywood

લોકસભાની ચૂંટણી માટે સપા-બસપાએ જોડાણ કરતાં લોકો સવાલ કરે છે શું બુઆ-બબુઆ મોદીના રથને રોકી શકશે? એવું કહેવાય છે કે દિલ્હીનો રસ્તો વાયા લખનઉ હોય છે, કારણ કે આ પ્રદેશની ૮૦ બેઠકો છે અને જેની સૌથી વધુ આ રાજ્યમાં હોય તે વડા પ્રધાન બને છે. ગઇ લોકસભામાં ભાજપને ૭૧ બેઠકો મળતાં મોદી વડા પ્રધાન બની શક્યા હતા. એટલા માટે જ ભાજપે સપા-બસપાના જોડાણ પર વધુ ધ્યાન આપવાની શરૂઆત કરી છે. ગઇ ચૂંટણીમાં બસપાને પાંચ અને સપાને એક પણ બેઠક મળી નહતી. હવે તમામની નજર આવતી કાલની માયાવતી-અખિલેશની સંયુક્ત બેઠક પર છે. ભાજપને ચિંતા એ વાતની છે કે પેટા ચૂંટણીમાં સપા-બસપાના જોડાણે ભાજપને અને ખાસ તો યોગીને હાર આપી હતી. મોદી સારી રીતે જાણે છે કે જો આ બંને ભેગા થયા તો અમને શું મળશે એટલા માટે જ તેઓ જોડાણ પર અવારનવાર પ્રહારો કરતા રહે છે.  લોકસભાની ચૂંટણી પહેંલા વડા પ્રધાન મોદીના જીવન પર આધારિત ચાર ફિલ્મો બનશે જેમના નામ છે પીએમ મોદી, ઉડી, નમો સૌને ગમો અને બટાલિયન ૬૦૯ જેમાં વિવેક ઓબેરોય. રજીત કપુર, લાલજી દેવરિયા અને આર.કે. શુકલા વડા પ્રધાનનું પાત્ર ભજવી રહ્યા છે.

અખિલેશ પર રેડથી માયાવતી ખફા

ખાણના મુદ્દે અખિલેશ યાદવ પર દબાણ વધારવા કેન્દ્ર સરકારે પાડેલા દરોડાથી સપા-બસપા ગભરાયા નથી, બલકે તેમણે સાથે મળી તેઓ વિરોધ કર્યો હતો.રેડ પાડવાનો સમય જોતાં લાગે છે કે આનાથી તો જોડાણને લોકોની સહાનુભુતી મળશે અને ભાજપ પ્રત્યે લોકોનો આક્રોશ વધશે. આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા આઇએએસ અધિકારી બી.ચંદ્રકલા સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે.તેમણે મૌન તોડી કહ્યું હતું કે દરોડા પાડવાનો સમય દર્શાવે છે કે આ રાજકીય પ્રેરિત કાવતરૂં છે.

સપા-બસપા માટે કોંગ્રેસને છોડવી જોખમ

દરમિયાન રાજકીય નિષ્ણાતો કહે છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ નબળી છે એટલે તેની સાથે ગઠબંધન કરવું નહીં એવી માનસિકતાના કારણે જોડાણ ખબદ નબળું પડી શકે છે.તેઓ એમ માને છે કે કોંગ્રેસ એકલી ચૂંટણી લડશે તો ઉપલા વર્ગના મતોમાં ભાગલા પડશે જે ભાજપ માટે નુકસાન છે. આ એક જોખમી ખેલ છે. મુસ્લિમો પણ બિન ભાજપી બે પક્ષોમાં વહેચાઇ જતાં વિભાજન વધશે. તો સામે છેડે કેટલાક કોંગ્રેસી નેતાઓ સપા-બસપાના જોડાણમાં સામેલ નહીં થવા પણ ઇચ્છે છે. જોડાણ કોંગ્રેસને માત્ર બે જ બેઠકો આપશે એ વાતથી પણ કોંગ્રસીઓ ગુસ્સે ભરાયા છે.

આયુષ્માન યોજનામાંથી મમતા નીકળી ગયા

 આયુષ્યમાન ભારત યોજનામાં રાજ્ય અને ેકેન્દ્રની  સંયુકત ભાગીદારી હોવા છતાં માત્ર મોદીના જ ફોટા છાપતા મમતા બેનર્જીએ આ યોજનામાંથી નીકળી જવા નિર્ણય કર્યો હતો. બંગાળ હવે આ યોજના માટે કેન્દ્રને ફંડ નહીં આપે.’કેન્દ્ર સરકાર માત્ર મોદીના જ ફોટા છાપે છે. લોગો પણ ભાજપના ચૂંટણી ચિન્હ જેવો બનાવ્યો છે’એમ મમતાએ કહ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter