લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમતી સાથે ફરીવાર સત્તામાં આવી ગઈ છે તે વચ્ચે અનેક લોકોના નિવેદનો સામે આવે છે. બેંગલુરૂ સેંટ્રલથી અપક્ષમાં ઉભા રહેલા ઉમેદવાર પ્રકાશ રાજે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક્ટિંગથી રાજનીતિમાં પગ મુકનાર પ્રકાશ રાજે ટ્વિટ કરીને લખ્યું કે મારા ગાલ પર જોરદાર તમાચો….હજી પણ ટ્રોલ બેઈજ્જતી અને ગાળો આવેલી છે તેમ છતા હું મારા સ્ટેંડ પર ઉભો રહીશ.
a SOLID SLAP on my face ..as More ABUSE..TROLL..and HUMILIATION come my way..I WILL STAND MY GROUND ..My RESOLVE to FIGHT for SECULAR INDIA will continue..A TOUGH JOURNEY AHEAD HAS JUST BEGUN ..THANK YOU EVERYONE WHO WERE WITH ME IN THIS JOURNEY. …. JAI HIND
— Prakash Raj (@prakashraaj) May 23, 2019
વધુમાં તેણે કહ્યું હતુ કે સેક્યુલર ભારતમાં મારી લડાઈ ચાલુ રહેશે એક મુશ્કેલ સફર હવે ચાલુ થઈ ગઈ છે, તે દરેકનો આભાર જેમણે આ સફરમાં મારો સાથ આપ્યો છે જય હિંદ. પ્રકાશ રાજ હાલની ચૂંટણીમાં એન્ટી બીજેપી સ્ટેન્ડ લીધુ છે અને ભાજપનો વિરોધ કરનાર પક્ષો અને ઉમેદવારોનો સાથ આપ્યો. બીહારના બેગુસરાયમાં પ્રકાશ રાજ કન્હૈયા કુમાર માટે કેમ્પેઈન કરવા ગયા હતા.

દિલ્હીમાં તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી માતે પ્રચાર કર્યો હતો.પ્રકાશ રાજ મોદી સરકારના કટ્ટર વિરોધી રહ્યાં છે. તેમણે આવેલા એક્ઝિટ પોલના પરિણામોને નકાર્યા હતા. આ સાથે પ્રકાશ રાજેએ પ્રધાનમંત્રી મોદીની થયેલી પ્રેસ કોન્ફ્રેંસ પર પણ નીશાનો સાધ્યો હતો.
READ ALSO
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
- Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ
- સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો
- મહારાષ્ટ્ર / શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતાનું વિવાદાસ્પાદ નિવેદન, 40 લોકો માત્ર જીવતી લાશો
- વિવિધ ખાદ્યતેલોના ભાવમાં ઘટાડાની ચાલ આગળ વધતા, આયાતી ખાદ્યતેલો પર ઈમ્પોર્ટ ડયુટી વધારવા માગ