GSTV
Home » News » મેરિકોમ ઇન્ડિયન ઓપન બોક્સિંગની ફાઇનલમાં

મેરિકોમ ઇન્ડિયન ઓપન બોક્સિંગની ફાઇનલમાં

ભારતની એકમાત્ર ઓલિમ્પિક મેડલ જીતનારી મહિલા બોક્સર મેરી કોમે નવી દિલ્હીમાં ચાલી રહેલી ઈન્ડિયન ઓપન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ૧

૨મો સીડ ધરાવતી મેરી કોમે ૪૮ કિગ્રા વજન વર્ગની સેમિ ફાઈનલમાં મોંગોલિયાની અલ્ટાન્સેત્સેગ લુત્સાઈખાનને પરાસ્ત કરી હતી. હવે ફાઈનલમાં તેનો મુકાબલો ફિલિપાઈન્સની જોસીયા ગેબુકો સામે થશે. ગેબુકોએ સેમિ ફાઈનલમાં ભારતની મોનિકાને પરાસ્ત કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

તો  મેન્સ કેટેગરીમાં મેજર અપસેટ સર્જાયો હતો અને વર્લ્ડ અને એશિયન બોક્સિંગમાં મેડલ જીતનારો શિવ થાપા ભારતના જ મનીષ કૌશિક સામે હારી ગયો હતો અને તેને બ્રોન્ઝથી સંતોષ માનવો પડયો હતો. ગત વર્ષની ફાઈનલમાં પણ મનીષ સામે શિવ થાપાનો પરાજય થયો હતો. વિમેન્સમાં એલ.સરિતા દેવીએ ભારતની પ્રિયંકાને હરાવીને ૬૦ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

Related posts

સુદીરમાન કપમાં ભારતીય ટીમનો મલેશિયા સામે 2-3થી પરાજય

Path Shah

ટોકિયો ઓલિમ્પિક્સ 2020: જાપાન ઈ વેસ્ટમાંથી મેડલ બનાવશે

Path Shah

ભારતની આ સ્ટાર મહિલા એથલિટે સમલૈંગિક સંબંધ હોવાનું માન્યુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!