મેનીક્યોર-પેડિક્યોર વિના પણ હાથ-પગ રહેશે સુંવાળા, આ રીતે રાખો માવજત

શિયાળામા સ્કિન શુષ્ક અને નિસ્તેજ થઇ જવાની સમસ્યા દરેકને થાય છે. મોટાભાગના લોકો ચહેરા માટે ઘણી પ્રોડક્ટ્સ વસાવે છે પણ હાથ-પગનું ધ્યાન નથી રાખતા. સ્કિન સુકાઈ જવી, પગની એડી ફાટવી કે હોઠ ફાટવા એ શિયાળાના મુખ્ય પ્રોબ્લેમ છે. આજે જાણીશું કે હાથપગને મેનિક્યોર-પેડિક્યોર કર્યા વિના કેવી રીતે સાચવી શકાય.

ગ્લવ્સ પહેરીને વાસણ ઘસો

– જો તમે રોજે વાસણ ઘસતા હશો તો તમારા હાથ શુષ્ક થઇ જશે. ડિશ વોશિંગ સોપ્સમાં રહેલા હાનિકાર કેમિકલ્સ સ્કિનના નેચરલ ઓઈલ્સને નુકસાન પહોંચાડે છે.તેથી હાનિકારક કેમિકલ્સથી બચવા માટે હાથમાં ગ્લવ્સ પહેરવા જોઈએ.

કેમિકલ ફ્રી સ્ક્રબ વાપરો

આવા સ્ક્રબ ત્વચાની ડેડ સ્કિનને દૂર કરે છે. આના ઉપયોગથી ત્વચા સોફ્ટ રહે છે. તમે હાથ-પગની ત્વચાને સાફ કરવા સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે બહુ વજન આપીને સ્ક્રબ ના કરવું જોઈએ.

ફાટેલી એડિયો માટે

શિયાળામાં પગની એડિ ના ફાટે તે માટે ફૂટ સ્ક્રબનો ઉપયોગ કરો. આનાથી પગની ડેડ સ્કિન રીમૂવ થાય છે. એ પછી એડી પર ક્રિમ લગાવી દો અને મોજા પહેરો. આ પ્રક્રિયા ત્યાં સુધી કરો જ્યાં સુધી પગ સ્મૂધ ના થઇ જાય. શક્ય હોય તો બંધ ફૂટવેર પહેરવાની ટેવ પાડો.

જાતે કરો મેનિક્યોર/પેડિક્યોર

જો તમે મેનિક્યોર/પેડિક્યોરમાં વધારે ટાઈમ ના આપવા માગતા હોવ તો સરળ રીત અપનાવો. એ માટે સૌ પ્રથમ હાથે અને પગે સ્ક્રબ કરીને પૅક લગાવો. એ પછી મોઈશ્ચરાઈઝિંગ ક્રિમ લગાવીને રાખો. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter