GSTV

મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં મત ગણતરીની પ્રક્રિયા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

Last Updated on March 3, 2018 by

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આ ત્રણેય રાજયોની ચૂંટણીના પરિણામો આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઇ છે.

એક્ઝીટ પોલ પ્રમાણે ત્રણેય રાજ્યોમાં ભાજપ મોટા પક્ષ તરીકે ઉભરી આવે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ત્રિપુરામાં આ વખતે મેજર અપસેટના એંધાણ છે. ત્રિપુરામાં વરસોથી ડાબેરી સરકાર છે.

જો કે ૧૯૯૮થી ત્રિપુરાના સીએમ રહેલા માણિક સરકાર સામે ભાજપે આ વખતે જોરદાર ટક્કર આપી છે. જે જોતા ભાજપ અહી સત્તામાં બિરાજે તેવી શક્યતાઓ એક્ઝીટ પોલ પણ બતાવી ચૂક્યા છે.  ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. પરંતુ કોઈને કોઈ કારણોસર ત્રણેય રાજ્યોમાં 59-59 બેઠકો પર મતદાન થયું છે.

મેઘાલયમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ અને એનપીપી ગઠબંધન વચ્ચે છે. ર૦૦૯થી અહી કોંગ્રેસનુ શાસન છે. હાલમાં મુકુલ સંગમા મેઘાલયના સીએમ છે.

2013માં મેઘાલયમાં કોંગ્રેસે 60માંથી 29 બેઠકો જીતી હતી. એનપીપીને બે બેઠક તો યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીને આઠ બેઠકો મળી હતી. જ્યારે કે તેર બેઠકો પર અપક્ષ જીત્યા હતા. જ્યારે કે ભાજપ એક પણ બેઠક નહોતુ જીતી શક્યુ.

બાદમાં 2017માં કોંગ્રેસના પાંચ, યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના એક અને બે અપક્ષ ધારાસભ્ય એનપીપીમાં સામેલ થયા હતા. જાન્યુઆરી 2018માં પણ કોંગ્રેસના એક ધારાસભ્ય. એક

એનસીપી અને બે અપક્ષ ધારાસભ્ય પણ ભાજપમાં સામેલ થયા હતા.

Related posts

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari

સર્વેક્ષણ બાદ સી-વોટરની ભવિષ્યવાણી: ઉત્તર પ્રદેશમાં ભાજપ-યોગી સરકારનો રહેશે દબદબો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!