GSTV
Home » News » મુસ્લિમો ભારત છોડી પાકિસ્તાન કે બાંગ્લાદેશ ચાલ્યા જાય – વિનય કટિયાર

મુસ્લિમો ભારત છોડી પાકિસ્તાન કે બાંગ્લાદેશ ચાલ્યા જાય – વિનય કટિયાર

ભારતીય મુસ્લિમોને પાકિસ્તાની કહેનારને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈવાળા કાયદાની માગણી કરનારા ઓવૈસીને ભાજપના સાંસદ વિનય કટિયારે જવાબ આપ્યો છે. જો કે ઓવૈસીને જવાબ આપતી વખતે ભાજપના સાંસદ વિનય કટિયાર મર્યાદા પણ ચુકતા દેખાયા છે. કટિયારે કહ્યુ છે કે ભારતમાં મુસ્લિમોનું શું કામ તેઓ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ ચાલ્યા જાય.

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ વિનય કટિયારે એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું છે. કટિયારે ક્હ્યુ છે કે મુસ્લિમોએ ભારતમાં રહેવું જોઈએ નહીં. તેમણે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ ચાલ્યા જવું જોઈએ. આ નિવેદન આપતી વખતે કટિયારે 1947માં ભારતના વિભાજનના મજહબી આધારને પણ ટાંક્યો હતો.

ઓવૈસીની માગણીના જવાબમાં વિશ્વ હિંદુ પરિષદની યુવા શાખા અને બજરંગદળના સંસ્થાપક વિનય કટિયારે પણ સરકાર સમક્ષ માગણી કરી છે. કટિયારે જણાવ્યુ છે કે જે લોકો વંદેમાતરનું સમ્માન કરતા નથી અને પાકિસ્તાનનો ઝંડો ફરકાવે છે તેમને સજા આપવા માટે સંસદમાં એક કાયદો લાવવો જોઈએ. મહત્વપૂર્ણ છે કે ભારતીય મુસ્લિમોને પાકિસ્તાની કહેનારને ત્રણ વર્ષની કેદની સજા આપવાની જોગવાઈવાળા કાયદાની ઓવૈસીએ માગણી કરી છે.

મુસ્લિમ વિદ્વાન મૌલાના ઉમર ઈલિયાસીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે જો કોઈ દેશ વિરુદ્ધ બોલે છે અથવા કંઈ કહે છે અને તેનાથી દેશને નુકસાન પહોંચે છે. તો કડક કાર્યવાહી માટેનો કાયદો બનાવવો જોઈએ. કારણ કે દેશ સૌથી પહેલો છે.

તાજેતરમાં તાજમહલને લઈને પણ ભાજપના સાંસદ વિનય કટિયારે વિવાદીત ટીપ્પણી કરી હતી. કટિયારે કહ્યુ છે કે તાજમહલ ઝડપથી તેજ મંદિરમાં તબ્દીલ થશે. આગ્રામાં તાજ મહોત્સવ મામલે પુછવામાં આવેલા સવાલના જવાબમાં કટિયારે એમ પણ કહ્યુ હતુ કે તાજ મહોત્સવ કહો અથવા તેજ મહોત્સવ બંને એક જ વાત છે. તાજ અને તેજમાં વધારે ફરક નથી. તેજ મંદિરને ઔરંગઝેબે કબ્રસ્તાનમાં ફેરવી નાખ્યું હતું. તાજમહલ ઝડપથી તેજ મંદિરમાં તબ્દીલ થશે.

Related posts

અહીં ખુલ્યું અનોખુ ગાર્બેજ કેફે, એક કિલો પ્લાસ્ટિકના બદલે મળશે ભરપેટ ભોજન

Bansari

પૂર્વોતર રાજ્યો સહિત ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ, ૭૦ લાખ લોકો પ્રભાવિત

Arohi

દિલ્હી પોલીસના સ્પેશિય સેલે શ્રીનગરથી જૈશના આતંકી બશીર અહમદની કરી ધરપકડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!