GSTV
India News Trending

મુઝફ્ફરનગર કોમી તોફાનોના 400 કેસ ૫રત ખેંચવા યોગી સરકારની તૈયારી

ઉત્તર પ્રદેશની યોગી સરકાર મુજફફરનગર કોમી તોફાન સાથે જોડાયેલા 400 જેટલા કેસ પરત ખેંચવાની તૈયારી કરી રહી છે. ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી માગ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર એક્શનમાં આવી છે. યોગી સરકારે ભાજપના નેતાઓને કેસ પરત ખેંચવાનો વિશ્વાસ પણ આપ્યો છે. તત્તકાલિન સમાજવાદી પાર્ટીની સરકારે મુજફ્ફરનગરમાં થયેલા કોમી તોફાનના આરોપ હેઠળ 400 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતાં.  ભાજપ નેતાઓની ભલામણ બાદ યોગી સરકારે કાયદાકીય સલાહ લેવાની શરૂઆત કરી છે. જે બાદ યોગી સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. મુજફ્ફરનગર કોમી હિંસા મામલે સંજીવ બાલ્યને લગાવેલા આરોપ મુજબ કુલ 402 લોકો વિરૂદ્ધ કથીત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને 856 નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. મહત્વનું છે 2013માં  થયેલા મુજફ્ફરનગર કોમી તોફાનમાં 60 લોકોના મોત થયા હતાં અને 40 હજારથી વધારે લોકો બેઘર થયાં હતાં.

Related posts

પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો

Hardik Hingu

Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી

GSTV Web Desk

જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો

Hardik Hingu
GSTV