GSTV
Home » News » મુખ્ય અતિથિ મેવાણી હોવાથી એચ કે કોલેજનો વાર્ષિકોત્સવ રદ, હોલનો પણ કરાયો ઇનકાર

મુખ્ય અતિથિ મેવાણી હોવાથી એચ કે કોલેજનો વાર્ષિકોત્સવ રદ, હોલનો પણ કરાયો ઇનકાર

અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટ્સ કોલેજમાં આજે યોજાનાર વાર્ષિક ઉત્સવ રદ કરવાની ફરજ પડી છે. કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહનો આક્ષેપ છે કે, કોલેજના વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે વડગામના યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આમંત્રણ અપાયું હોવાથી કેટલાક વિદ્યાર્થી નેતાઓએ તેનો વિરોધ કરી અને ધમકી આપી હતી.
કોલેજના પ્રિન્સિપલ હેમંત શાહે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમવારે તા.11-02-2019ના રોજ સવારે એચ કે આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજવામાં આવ્યો હતો. જોકે, કેટલાક વિદ્યાર્થી નેતાઓને જીગ્નેશ મેવાણીના નામ સામે વાંધો હોવાથી તેમણે આ કાર્યક્રમ થવા નહીં દઈએ અને ધમાલ થશે એમ ટ્રસ્ટને, આચાર્યને, ઉપાચાર્ય અને કેટલાક અઘ્યાપકોને જણાવ્યું હતું.

ટ્રસ્ટે લેખિત રીતે કોલેજનો હોલ આ કાર્યક્રમ માટે ફાળવવાનો ઇન્કાર કર્યો

આમ છતાં આચાર્ય અને ઉપાચાર્યની કાર્યક્રમ યોજવાની તેમ જ જીગ્નેશ મેવાણીની આ કાર્યક્રમમાં આવવાની સંપૂર્ણ તૈયારી હતી. તેમ છતાં વર્તમાન રાજકીય સંજોગોમાં ટ્રસ્ટે લેખિત રીતે કોલેજનો હોલ આ કાર્યક્રમ માટે ફાળવવાનો ઇન્કાર કર્યો છે અને તેથી વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોલેજના પૂર્વ વિદ્યાર્થી ધીરજ રાઠોડે જણાવ્યું હતું, “ મેવાણીને દેશથી વાંધો છે, તે લોહિયાણ વિચારધારા ધરાવે છે, સર્વસમાજના ભાગલા પાડવાની વાત કરે છે, તેથી તેનો વિરોધ કરી રહ્યાં છે, જીગ્નેશ મેવાણી વડા પ્રધાનને નમક હરામ કહ્યા હતા, પરંતું તેઓ દલિત સમાજમાં આવે છે અને પોતાની જાતને દલિત તરીકે જ પ્રસ્થાપિત કરી નથી શકતા તેમનાથી મોટા નમક હરામ કોઈ ન હોઈ શકે. ”

મેવાણી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે

એચ.કે.આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે જણાવ્યું હતું, “ મેવાણી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, વડગામના ધારાસભ્ય છે, ચૂંટાયેલા પ્રતિનિધી હોવાથી તેમને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું, કેટલાક વિદ્યાર્થી નેતાઓએ એવો માહોલ ઊભો કર્યો જેથી ટ્રસ્ટે અમને હોલ આપવાનો ઇન્કાર કરી દીધો. આ પ્રકારનું દબાણ ટ્રસ્ટ પર કરવામાં આવ્યું તે વાણી સ્વાતંત્રના કારણે હોલ આપવાનો ઇન્કાર કરી દીધો.

Related posts

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની ચાર બેઠકો પર આ તારીખે ચૂંટણી

Arohi

ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાયુ : ગુજરાતની સાતમાંથી ચાર બેઠક પર આ તારીખે મતદાન અને પરિણામ

Bansari

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!