GSTV

મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે ‘જ્ઞાનકુંજ પ્રોજેક્ટ’ નું લોકાર્પણ, ‘બ્લૂ વ્હેલ ગેમ’ પર સરકાર લગાવશે પ્રતિબંધ

Last Updated on September 5, 2017 by

રાજ્યની ગુજરાતી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ગાંધીનગરની શાહપુર પ્રાથમિક શાળામાં હાજર રહી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.

જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્ય સચિવ હાજરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં ટેક્નોલોજીની મદદથી ઈ-ક્લાસનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટના કારણે વિદ્યાર્થીઓ બ્લેક બોર્ડના બદલે હવે પ્રોજેક્ટર પર અભ્યાસ મેળવતા થવાના છે. રાજ્યની સરકારી શાળા અન્ય ખાનગી શાળાઓથી આગળ નિકળી જવાની છે. સરકાર શિક્ષણ માટે હમેશા કાર્યરત રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બ્લુ વ્હેલ ગેમ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં ટેક્નોલોજીની મદદથી ઈ-ક્લાસનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

જેથી આગામી સમયમાં રાજ્યની 1,609 સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 7 અને 8ના વર્ગખંડોમાં લેપટોપ, પ્રોજેક્ટર, અને વાઈફાઈ રાઉટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

‘બ્લૂ વ્હેલ ગેમ’ પર સરકાર લગાવશે પ્રતિબંધ

રાજ્યની ગુજરાતી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘બ્લુ વ્હેલ ગેમ’ અંગે પ્રતિક્રિયા આપી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આવી જીવલેણ ગેમ પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહી છે.

વિશ્વભરમાં તરખાટ મચાવનાર બ્લૂ વ્હેલ ગેમને બંધ કરવા માટે ગુજરાત સરકારે કમર કરી છે. રાજયના મુખ્ય પ્રધાને મામલાને ગંભીરતાથી લઇને રાજયના ગૃહ વિભાગ તથા ગૃહ વિભાગના સેક્રેટરી સાથે ચર્ચા કરીને ગુજરાતમાં કેવી રીતે કાયદાકીય રીતે આ ગેમ પર પ્રતિબંધ મુકી શકાય તે મામલે ચર્ચા કરી, ટેક્નિકલ રીતે પણ આ બ્લૂ વ્હેલ ગેમને બંધ કરવાના આદેશો આપી દીધા છે.

આ ગેમ તરફ વધુ પ્રેરિત ન થાય તે માટે રાજય સરકાર ધ્વારા એક જાહેરનામુ બહાર પાડીને લોકોને આ ગેમ નહીં રમવા માટે યુવા વર્ગને જાગૃત કરશે.

Related posts

ભાદરવે ભરપૂર / અતિશય ભારે વરસાદથી ગુજરાતનો આ ડેમ ઓવરફ્લો, 22 ગામડાંઓને કરાયા એલર્ટ

Dhruv Brahmbhatt

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો / કોના ઓઠા હેઠળ કરોડોનું ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પર ઉતર્યું, સરકાર જવાબ આપે

Dhruv Brahmbhatt

અંગ્રેજો પેટ્રોલ માટે કરી રહ્યા છે ભાગમભાગ: બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, 90 ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી: પંપો પર સેનાને કરાશે તૈનાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!