GSTV

મુંદ્રા કસ્ટમની SIIB શાખાના ત્રણ અધિકારીની કન્ટેનર ક્લીયરીંગ મુદ્દે ધરપકડ કરાઇ

Last Updated on October 9, 2017 by

મુંદ્રા કસ્ટમની SIIB  ત્રણ અધિકારીને ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ચાઈનાથી આવેલા કન્ટેનર ક્લીયરીંગના મુદ્દે કસ્ટમના ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમના SIIB શાખાના ત્રણેય અધિકારીને ભુજ જજના બંગલે રજુ કરવામાં આવ્યા હતા.

કસ્ટમ ત્રણેય અધિકારી તેમજ એક વચેટીયા સહીત ચાર આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવા આદેશ કરતા તમામ આરોપીને પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈની પેઢી દ્વારા ચાઈનાથી ક્ન્સાઈમેન્ટ મંગાવામાં આવ્યું હતું.

આ કન્ટેનરને અટકાવી તેમાં તપાસ કરવાની જવાબદારી કસ્ટમ વિભાગ SIIB સ્પેશ્યલ શાખાની હોય છે. કન્ટેનરમાં 15 જેટલી  અલગ અલગ મોબાઈલ એસેસીરીઝ તેમજ જેની માર્કેટ કિંમત 14.87 લાખ બતાવવામાં આવી હતી. આ કન્ટેનરમાં મિસડિક્લેરેશન અને અન્ડર વેલ્યુશન બતાવવામાં આવી હતી.

કસ્ટમ અધિકારી દ્વારા ખોટા પંચનામાંને આધારે કન્ટેનર ક્લીયરીંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રકરણની જાણ થતા ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા આ કન્ટેનર અટકાવી તપાસ કરતા કન્ટેનર ક્લીયરીંગ કૌભાંડ સામે આવ્યું હતું. ડીઆઈઆઈ દ્વારા તપાસ કરતા કન્ટેનરમાં પાંચ આઈટમો બીલ ઓફ એન્ટ્રીમાં બતાવવામાં આવી ન હતી. સાથે જ કન્ટેનરમાં રહેલા મોબાઈલ એસેસરીઝની માર્કેટ વેલ્યુ ૪ કરોડ ૩૧ લાખ રૂપિયા થઇ હતી.

આમ ડીઆરઆઈ દ્વારા મુન્દ્રા કસ્ટમના એમ લોકનાથન. અમિતદાસ તેમજ ગૌરવ કુમારની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા અધિકારી મુન્દ્રા  કસ્ટમની SIIB શાખામાં કસ્ટમ સુપ્રીટેન્ડન્ટ અને પ્રીવેન્ટીવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

સમગ્ર પ્રકરણમાં બે વચેટીયાની સંડોવણી બહાર આવી છે. જે પેકી એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે હજુપણ એક આરોપી ફરાર છે. જેને ઝડપી પાડવા માટે ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

અમદાવાદના રસ્તા પર દોડશે વધુ ઇલેક્ટ્રિક BRTS બસો, અંદાજિત 711 કરોડના વિકાસકામોનું CMના હસ્તે લોકાર્પણ

Dhruv Brahmbhatt

ઓમિક્રોન વેરિએન્ટનો ફફડાટ છેક જામનગર સુધી, કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તમામ હોમ આઇસોલેટ

Dhruv Brahmbhatt

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!