GSTV
Home » News » મીની ચીઝ સમોસા : જોઇને જ મોઢામાં પાણી આવી ગયું ને? તો જોઇ લો આ Yummy રેસેપી

મીની ચીઝ સમોસા : જોઇને જ મોઢામાં પાણી આવી ગયું ને? તો જોઇ લો આ Yummy રેસેપી

સમોસા કોઇને ન ભાવે એવું બને ખરુ? એમા પણ આજકાલ ઘણાં બધા અલગ અલગ પ્રકાર ના સમોસા મળતા હોય છે જેમ કે આલુ મટર સમોસા,પનીર સમોસા, ચાઈનીઝ સમોસા, મગ ની દાળ ના સમોસા વગેરે..અને તેમાં પણ જો ચા સાથે સમોસા મળી જાય તો એની લિજ્જત બમણી થઇ જાય છે. બાળકો અને મોટા બધા પસંદ કરે એવા ચીઝ સમોસા ની રેસિપી અમે તમને જણાવી રહ્યાં છીએ. જે કોઈ પણ ટાઈમે ખાઈ શકાય છે અને બાળકોને ટીફીન પણ આપી શકો છો.

મોટા ભાગે સમોસા માટે મેંદા માંથી કણક બનાવવા માં આવતી હોય છે. પરંતુ એ એટલા હેલ્ધી નથી હોતા. આ રેસિપીમાં આપણે ઘઉંના લોટ માંથી કણક બનાવી છે એટલે બાળકો ને તમે વારંવાર બનાવી આપી શકો છો.

મીની ચીઝ સમોસા માટે ની સામગ્રી :-

કણક બાંધવા માટેની સામગ્રી

  • 1 1/2 કપ ઘઉંનો લોટ ( મેં મલ્ટીગ્રેન લોટ લીધો છે)
  • 1/4 ચમચી અજમો
  • 4 ચમચા તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી કણક બાંધવા માટે

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 150 ગ્રામ છીણેલું ચીઝ
  • 2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં
  • 1 ચમચી ઝીણું સમારેલું આદું
  • 1/4 ચમચી મરી નો ભૂકો
  • ચપટી મીઠું ( ચીઝ માં મીઠું હોય જ એટલે)
  • 1/2 ચમચી મિક્સ હર્બસ
  •  

મીની ચીઝ સમોસા બનાવવાની રીત:-

સૌ પ્રથમ ઘઉં ના લોટ માં અજમો, મીઠું, તેલ ઉમેરી બધું બરાબર મિકસ કરો. ત્યારબાદ ધીરે ધીરે પાણી ઉમેરતા જાવ અને કઠણ કણક તૈયાર કરો. હવે ભીના કપડાં થી ઢાંકી ને 30-45 મિનીટ નો રેસ્ટ આપો.

હવે એક બાઉલ માં છીણેલું ચીઝ , લીલા મરચાં, આદુ , મીક્સ હર્બસ, મરી નો ભૂકો , મીઠું અને લોટ ઉમેરી બધું બરાબર મિકસ કરો. (ઘઉં નો લોટ ઉમેરવાથી ચીઝ એકબીજા ને ચોટતું નથી)

કણક ને બરાબર તેલથી કૂણવી લો. હવે રોટલી થી પણ નાના ગુલ્લા કરી લો. સમોસા ની સાઈઝ નાની રાખવાની છે.
હવે પુરી જેટલી જાડાઈ નું અને આકાર નું ગોળ વણી લો .


હવે એ ગોળ પુરી ને વચ્ચે થઈ કટ કરો . બે અર્ધચંદ્રકાર આકાર બનશે . એક ભાગ ને હાથ માં લઇ ને જે બાજુ સીધી હોય ત્યાંથી કોન જેવા આકાર નું વાળો. એક કિનારી પર પાણી લગાવો અને બંધ કરી લો.( ફોટો માં દેખાડ્યા મુજબ) . ત્યારબાદ કોન માં અંદર ચીઝ નું મિશ્રણ ભરો. અને પાણી લગાવી આ સાઈડ પણ બંધ કરો.

બધા જ સમોસા આવી રીતે તૈયાર કરો. અને મધ્ય ગરમ તેલ માં ધીમી આંચ પર આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળી લો. હવે તેલ માંથી નિકાળી ને પેપર નેપકીન પર મુકો. જ્યારે સર્વ કરવા હોય ત્યારે ફરી એક વાર મધ્ય ગરમ તેલ માં ગુલાબી થાય ત્યાં સુધી સમોસા ને તળી લો.અને એક પ્લેટ માં પેપર નેપકિનમાં નિકાળી લો. 2 વાર તળવાથી સમોસા ખૂબ જ ક્રિસ્પી બને છે.

આ સમોસા ના સેઝવાન સોસ કે ટોમેટો સોસ સાથે સર્વ કરો. સેઝવાન સોસ અને ક્રીમ ચીઝ ના ડીપ સાથે પણ આ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે.

Read Also

Related posts

કોઇના દબાણમાં આવીને મસૂદ અઝહર પર એક્શન નહી લઇએ : આતંકવાદ પર કાર્યવાહી કરવા પર પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર

Bansari

Facebookથી ફરી એકવાર થઇ આટલી મોટી ભૂલ, લાખો Instagram યુઝર્સના પાસવર્ડ જાહેર કરી નાંખ્યા

Bansari

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena