મીઠાઈ પછી પાણી પીવાની આદતથી આરોગ્યને થઈ શકે છે નુકસાન

મીઠાઈના સેવન બાદ તરત જ પાણી પીવાથી તમે અચાનક તમારા બ્લડ શુગર લેવલને વધારવા માટે ફરજ પાડો છો. પાણી શર્કરાના સ્તરને વધારવા માટે કામ કરે છે. તેના બદલે જો પાણી ન પીવામાં આવે તો ખાંડનું સ્તર જાળવી શકાય છે.


         દક્ષિણ અમેરિકામાં સુરીનામમાં થયેલા આ સંશોધનમાં એવા હકીકતો જાણવા મળી છે જે આઘાતજનક છે. આ સંશોધનમાં બે અલગ અલગ જૂથો સાથે પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગમાં એક જૂથને મીઠાઈ આપ્યા બાદ તરત જ પાણી આપવામાં આવ્યું હતું અને બીજા જૂથને મીઠાઈ બાદ પાણી આપવામાં  આવ્યું ન હતું.


       આ સંશોધન નું પરિણામએ  આવ્યું કે, મીઠાઈ નું સેવન કર્યા બાદ તરત જ  પાણી પીવાથી લોહીમાં શર્કરાના સ્તર ઝડપથી વધવાની શરૂઆત થઈ. જ્યારે બંને જુથ ને એક જ સરખી માત્રામાં અને એક જ સરખી જાતની મીઠાઈ આપવામાં આવી હતી.


           વિજ્ઞાનીઓ કહે છે કે, "જે લોકોને મીઠાઇ સાથે પાણી પીવાની આદત ધરાવતા હોય તો તે લોકોને ટાઈપ ૨  ડાયાબિટીસ શકયતા રહે છે."


       સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે પાણીની સાથે ગ્લુકોઝ ઝડપથી શરીરમાં શોષાય છે. જો મીઠાઈના સેવનના અડધા કલાક પછી પાણી પીવામાં આવે તો  આ જોખમને નિવારી શકાય છે. મીઠાઈ ખાધા બાદ ખુદને પાણી પીવાથી કઇ રીતે રોકી શકાય!!  તે અહીંયા જણાવ્યુ છે.

-મીઠાઇના સેવન બાદ નમકીન ખાવાથી આ જોખમ ઘટી શકે છે.

  • મીઠી વસ્તુઓના સેવન બાદ, કોગળા કરવાની આદત રાખો.
  • જ્યારે પણ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ત્યારે મીઠાઈના બદલે ફળો ખાઇ લો.
  • સંશોધનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જેમના ઘરમાં ડાયાબિટીસ હોય તેવા લોકોએ મીઠાઈ ને તો અવગણવી જ પરંતુ મીઠાઈ બાદ પાણી પીવાની આદત પણ ટાળવી.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter