GSTV

મિશન લોકસભા : ગ્રામીણ વિસ્તારો પર ભાજપનું વધુ ધ્યાન

ગુજરાત ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં ફરીથી તમામે તમામ 26 બેઠકો પર કબજો જમાવવા રણનીતિ ઘડી છે. ખાસ કરીને ભાજપ આ વખતે ગ્રામ્ય વિસ્તારો પર વધુ ધ્યાન આપશે. ભાજપે જે વિશ્લેષણ કર્યું છે, તે ભાજપની આંખ ઉઘાડનારું છે. આથી બુથ સ્તરથી લઇને પેજ પ્રમુખોને ફરીથી જાગૃત કરવા ભાજપે રણનીતિ બનાવી છે.

ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની ત્રણ દિવસની યાત્રાએ પહોંચ્યા છે. ભુપેન્દ્ર યાદવ આ વખતની તેમની યાત્રા દરમ્યાન સૌથી વધુ તેઓ આરએસએસના વિચારકોને મળ્યા. જેમની સાથે ગુજરાતની સામાજિક અને રાજકીય સ્થિતિ પર ચર્ચા થઇ. આ ઉપરાંત ભુપેન્દ્ર યાદવે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ સહિત કોર ગ્રુપની બેઠક યોજી હતી. બેઠકમાં પ્રધાનમંડળનું વિસ્તરણ અને બોર્ડ નિગમોમાં નિમણૂકોને લઇને પણ ચર્ચા થઇ. 2019ની તૈયારીના ભાગરૂપે પક્ષ યોગ્ય સમયે નિર્ણય લેશે. બેઠકમાં સૌરાષ્ટ્ર સહિતના 6 જિલ્લાઓમાં ભાજપને એક પણ બેઠક ન મળવી. જ્યારે કે અન્ય 8 જિલ્લાઓમાં ભાજપને ફક્ત 8 બેઠકો મળવાની બાબતને ખુબ ગંભીરતાથી લેવામાં આવી હતી.

બીજી તરફ પક્ષ તરફથી 2017ની ચૂંટણીના પરિણામોના ડેટાનું પણ એનાલિસિસ કરાયું હતું. તેમજ ગુજરાતની ભૌગોલિક, સામાજિક, રાજકીય તેમજ જાતિગત સમીકરણો પણ ચર્ચા કરાઇ હતી. જેમાં ભાજપે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર પ્રમાણે પાટીદારોની સ્થિતિ નજર સામે રાખીને ડેટાનું એનાલિસીસ કર્યું છે. જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

ભાજપે કરેલા સર્વેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વિધાનસભાની બેઠકો ઘટી હોવાના આંકડાઓ સામે આવ્યા છે. જો સૌપ્રથમ ગ્રામીણ વિસ્તારની 98 બેઠકોની વાત કરીએ તો. ભાજપે 2017ની ચૂંટણીમાં 98 પૈકી 38 બેઠકો જીતી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપ પાસે 47 બેઠકો હતી. જ્યારે કે કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં 55 બેઠકો પર વિજય મેળવ્યો છે. 2012માં કોંગ્રેસ પાસે 46 બેઠકો હતી. હવે સેમી અર્બનની 31 બેઠકોની વાત કરીએ તો 2017માં ભાજપને 31 પૈકી 17 બેઠકો મળી હતી. જે 2012માં 20 બેઠકો હતી. જ્યારે કે કોંગ્રેસને 2017માં 14 બેઠકો મળી હતી. જે 2012માં 10 બેઠકો હતી.

જો શહેરી વિસ્તારની 53 બેઠકોની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં ભાજપને વધુ નુકસાન નથી થયું. 2017ની ચૂંટણીમાં ભાજપે શહેરી વિસ્તારની 53 બેઠકો પૈકી 44 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. જોકે 2012માં ભાજપ પાસે શહેરી વિસ્તારની કુલ 48 બેઠકો હતી. કોંગ્રેસે 2017માં શહેરી વિસ્તારમાં ફક્ત 9 બેઠકો પર જીત મેળવી છે. જોકે શહેરી વિસ્તારમાં તેને 4 બેઠક વધુ મળી છે. 2012માં કોંગ્રેસ પાસે ફક્ત 5 બેઠક હતી.

હવે જો ઝોન વાઇસ તમામ સીટોનું વિશ્લેષણ કરીએ તો મધ્ય ગુજરાતની 40 બેઠકો પૈકી ભાજપે 2017માં 21 બેઠકો મેળવી છે. જ્યારે કે કોંગ્રેસે 17 બેઠકો મેળવી છે. 2012માં ભાજપ પાસે 20 બેઠકો હતી અને કોંગ્રેસ પાસે 18 બેઠકો હતી. તો ઉત્તર ગુજરાતની 53 બેઠકો પૈકી 2017ની ચૂંટણીમાં ભાજપે 31 બેઠકો અને કોંગ્રેસે 22 બેઠકો મેળવી છે. 2012માં ભાજપ પાસે 32 અને કોંગ્રેસ પાસે 21 સીટ હતી. હવે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોની વાત કરીએ તો ભાજપને 2017ની ચૂંટણીમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. 2017માં 54 બેઠકો પૈકી ભાજપને ફક્ત 21 જ્યારે કે કોંગ્રેસને 32 બેઠકો પર જીત મળી છે. 2012માં ભાજપ પાસે 35 અને કોંગ્રેસ પાસે ફક્ત 16 બેઠકો હતી. તો દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પૈકી 2017માં ભાજપને 26 અને કોંગ્રેસને 8 બેઠકો મળી છે. 2012માં ભાજપ પાસે 28 અને કોંગ્રેસ પાસે 6 બેઠકો હતી.

ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરની અસર થઇ હોય તેવી 39 બેઠકોની વાત કરીએ તો મધ્ય ગુજરાતની 3 બેઠકો પૈકી 2017માં ભાજપે 2 અને કોંગ્રેસે 1 બેઠક મેળવી છે. 2012માં ભાજપે ત્રણે-ત્રણ બેઠક મેળવી હતી. જ્યારે કોંગ્રેસને એકપણ બેઠક મળી નહોતી. તો ઉત્તર ગુજરાતની 11 બેઠકો પૈકી 2017માં ભાજપને 9 અને કોંગ્રેસને 2 સીટ મળી છે. 2012માં ભાજપને 8 જ્યારે કે કોંગ્રેસને 3 બેઠકો મળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની 20 બેઠકો પૈકી 2017માં ભાજપને 7 તો કોંગ્રેસને 13 બેઠકો મળી છે. 2012માં ભાજપને 13 બેઠકો અને કોંગ્રેસે 5 બેઠકો મળી હતી. તો દક્ષિણ ગુજરાતની 5 બેઠકો પૈકી 2017ની ચૂંટણીમાં ભાજપે પાંચેય બેઠક પર કબજો જમાવ્યો છે. જ્યારે કે કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નથી. 2012ની ચૂંટણીમાં પણ ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી તમામ બેઠકો જીતી હતી. 2012માં પણ કોંગ્રેસ અહીં ખાતું ખોલાવી શકી નહોતી.

Related posts

પીએમ મોદીએ કર્યું સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત, ગણાવ્યું કનેક્ટિવિટીમાં ઐતિહાસિક પગલું

Pritesh Mehta

મનોમંથન/ બંગાળ ભાજપને શાહ-નડ્ડા નહીં મોદી જોઈએ, મમતાની લોકપ્રિયતાનો મુકાબલો મોદી જ કરી શકશે

Ali Asgar Devjani

પાપલીલા/ બાથરૂમમાં ન્હાતી વેળાએ યુવતીઓ ખાસ રાખે સાવધાની, મોબાઈલમાં વીડિયો ઉતારી સંબંધીએ મહિલાને વારંવાર પીંખી

Karan
Do NOT follow this link or you will be banned from the site!