GSTV
Home » News » મિથુન

મિથુન

શરીર-મનની સ્વચ્છતા જાળવવી પડે. વધુ પડતા આત્મવિશ્વાસમાં, ગુસ્સા, જીદ્દમાં, અહમમાં તમારા કામ થાય નહીં. તમે પીછેહઠ, નિરાશ અનુભવતા હોવ તેમ લાગે. ચક્કરથી, મસ્તકમાં, ગળામાં, પેટ

કમરમાં દર્દપીડાથી સંભાળવું. સાંસારીક ચિંતા-બિમારી-વિવાદના કારણે તમારા રોજીંદા કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવો. છૂટાછેડાની કાર્યવાહીમાં તકલીફ અનુભવાય. પુનઃવિવાહ-લગ્નના પ્રશ્નમાં ઉતાવળ કરવી નહીં. તા. ૨૬ મે રવિ સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. ૨૭ સોમ નોકરી-ધંધાના કામથી બહાર જવાનું થાય. ૨૮ મંગળ સરકારી-રાજકીય-ખાતાકીય કામમાં ધ્યાન રાખવું પડે. ૨૯ બુધ અન્યના કારણે રાહત રહે. ૩૦ ગુરૂ અપરા એકાદશીએ કામની વ્યસ્તતા. ૩૧ મે શુક્ર વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે. તા. ૧ જૂન શનિ વિચારોની સ્થિરતા જાળવવી.

Related posts

મેષ

Arohi

વૃષભ

Arohi

કર્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!