GSTV
Home » News » માલીમાં અલકાયદાના 30 આતંકી ઠાર, ફ્રાંસની સેનાની મોટી કાર્યવાહી

માલીમાં અલકાયદાના 30 આતંકી ઠાર, ફ્રાંસની સેનાની મોટી કાર્યવાહી

ફ્રાંસના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેના આતંકવાદ વિરોધી દળોએ માલીમાં અલકાયદા સાથે સંકળાયેલા ત્રીસ જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. ફ્રાંસના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ ટ્વિટર પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ગુરુવાર અને શુક્રવારની રાત્રે ચલાવવામાં આવેલા અભિયાનમાં મુખ્ય જેહાદી આતંકી કમાન્ડર હમદૂન કૂફાના ઠાર થવાની શક્યતા છે. કૂફા અલકાયદા સાથે જોડાયેલા જેહાદી આતંકી સંગઠન કતિબત માકિનાનો કમાન્ડર છે.

જેએનઆઈએમના નામથી આ આતંકવાદી સંગઠન ઓળખાય છે. મંત્રાલયનું કહેવું છે કે હુમલામાં ફ્રાંસના સૈનિકોએ આતંકવાદીઓ પર હવાઈ હુમલા, હેલિકોપ્ટરથી બોમ્બમારો અને જમીની કાર્યવાહી કરી છે. ઓપરેશન બરખાને ફ્રાંસનું વિદેશોમાં કરવામાં આવેલું સૌથી મોટું લશ્કરી અભિયાન છે. આ કાર્યવાહી માટે આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં ત્રણ હજાર જેટલા ફ્રેન્ચ સૈનિકોની તેનાતી કરવામાં આવી છે.

Read Also 

Related posts

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા શશી થરૂરે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

ધમાકા સાથે સિલિન્ડ થયો બ્લાસ્ટ! જોત જોતામાં બે માળની ઈમારત ધરાશાયી, 7ના મોત 15 ઘાયલ

Arohi

દિલ્હીના હવામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે ઝેર, હરિયાણાની પરાલી છે જવાબદાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!