GSTV
Home » News » માલદીવ સંકટ પર PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઇ ટેલિફોનિક વાતચીત

માલદીવ સંકટ પર PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઇ ટેલિફોનિક વાતચીત

વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે સવારે ટેલિફોનિક વાતચીત કરી છે. મોદી અને ટ્રમ્પ વચ્ચે માલદીવ સંકટ, ઉત્તર કોરિયા, દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગર-પેસિફિક સહીતના ઘણાં મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. મોદી-ટ્રમ્પે ટેલિફોનિક વાતચીતમાં માલદીવમાં લોકશાહી પર ઉભા કરાયેલા દબાણ મામલે પણ ચિંતા વ્યક્ત કરીને ઝડપથી તેના ઉકેલની આશા વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદ દ્વારા સતત ભારત અને અમેરિકાને મદદની વિનંતી કરાયા બાદ મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ છે.

માલદીવમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. બંને નેતાઓએ દક્ષિણ એશિયાના ટાપુ સમૂહવાળા દેશ માલદીવની પરિસ્થિતિ પર ચર્ચા કરી છે. વાતચીતના કેન્દ્રમાં ઉત્તર કોરિયા અને અફઘાનિસ્તાન પણ રહ્યા હતા. દુનિયાની બે મોટી શક્તિશાળી લોકશાહીના ટોચના નેતાઓ વચ્ચે માલદીવ મામલે થયેલી ચર્ચા બાદ અહીં ભારતના સૈન્ય હસ્તક્ષેપની સંભાવનાઓને લઈને ચાલેલી અટકળબાજીને ફરીથી હવા મળી છે.

વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે. મોદી અને ટ્રમ્પે માલદીવની પરિસ્થિતિ પર ટેલિફોનિક વાતચીત કરી છે. બંને નેતાઓએ માલદીવમાં ઘેરાતા રાજકીય સંકટ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. વાતચીતમાં ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને હિંદ-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી છે.

શુક્રવારે વડાપ્રધાન મોદીના ઓમાન, યુએઈ અને પેલેસ્ટાઈનના પ્રવાસે રવાના થતા પહેલા માલદીવ મામલે તેમની ટ્રમ્પ સાથે વાતચીત થઈ છે. આ વાતચીત એવા સમયે થઈ છે કે જ્યારે ભારત સમર્થક ગણાતા માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદ સતત ભારત અને અમેરિકાને મદદની અપીલ કરી રહ્યા છે.

ભારત અને અમેરિકાના ઘનિષ્ઠ સંબંધોના તબક્કામાં ટ્રમ્પ અને મોદી વચ્ચે 2018માં પહેલી વખત વાતચીત થઈ છે. વ્હાઈટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે અને ત્યાં લોકશાહી મૂલ્યોનું સમ્માન કરવા તથા કાયદાનું શાસન સ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે.

વ્હાઈટ હાઉસ પ્રમાણે. બંને નેતાએ હિંદ-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને પરસ્પર હિતમાં સહયોગ વધારવા પર પણ ભાર મૂક્યો છે. તેમણે અફઘાનિસ્તાનની સુરક્ષા અને સ્થિરતાને લઈને પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે મ્યાંમારની પરિસ્થિતિ તથા ત્યાં રોહિંગ્યા મુસ્લિમોની સ્થિતિ પર પણ ચર્ચા થઈ છે. બાંગ્લાદેશમાં હાલ 6.80 લાખ રોહિંગ્યા શરણાર્થીઓએ આશ્રય લીધો છે. મ્યાંમાર અને બાંગ્લાદેશ વચ્ચે રોહિંગ્યાની વાપસીને લઈને સમજૂતી થઈ છે. પરંતુ અમેરિકાનું માનવું છે કે હાલના સમયમાં રોહિંગ્યા મુસ્લિમોનું મ્યાંમાર પાછું જવું યોગ્ય નથી.

ટેલિફોનિક વાતચીતમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમો પર રોક લગાવવાના મુદ્દા પર પણ ચર્ચા થઈ છે. વ્હાઈટ હાઉસ મુજબ. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે 2 પ્લસ 2 પ્રધાનસ્તરીય વાટાઘાટો પહેલા સુરક્ષા મજબૂત કરવા અને આર્થિક સહયોગ વધારવા પર પણ ભાર મૂક્યો છે. આ બેઠક એપ્રિલમાં યોજાવાની છે.

જેમાં ભારત તરફથી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ ભાગ લેશે. તો અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસન અને સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટ્ટિસ બેઠકમાં સામેલ થશે. આના સંદર્ભે જૂન-2017માં મોદી અને ટ્રમ્પની મુલાકાત બાદ એલાન કરાયું હતું.

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!