GSTV
Home » News » માલદીવ ખુદ રાજકીય સંકટ ઉકેલવા સક્ષમ : ચીન

માલદીવ ખુદ રાજકીય સંકટ ઉકેલવા સક્ષમ : ચીન

ચીને આશા વ્યક્ત કરી છે કે માલદીવની સરકાર અને વિપક્ષી પાર્ટી દેશમાં ઉપજેલા રાજકીય સંકટને ખુદ ઉકેલવા માટે સક્ષમ છે. મીડિયા અહેવાલ મુજબ ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ માલદીવના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગનું કહેવું છે કે આશા છે કે સંબંધિત પક્ષ વાતચીત દ્વારા પોતાના મતભેદોને ખતમ કરે તેવી શક્યતા છે. તેની સાથે જ માલદીવમાં ઝડપથી રાજકીય સ્થિરતા અને રાષ્ટ્રીય તથા સામાજિક સ્થિરતાની બહાલી થઈ શકશે. શુઆંગે ક્હ્યુ છે કે તેમને આશા છે કે માલદીવ સરકાર અને ત્યાંની રાજકીય પાર્ટીઓ આ સંકટને સમાપ્ત કરવામાં સક્ષમ છે.

તેમણે કહ્યુ છે કે તેઓ એવું પણ ઈચ્છી રહ્યા છે કે માલદીવ પોતાના દેશમાં ચીનના લોકો, સંસ્થાઓ, યોજનાઓને સુરક્ષિત બનાવવા તાત્કાલિક ઉપાય કરે. મહત્વપૂર્ણ છે કે માલદીવના રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ્લા યામીન દ્વારા પંદર દિવસ માટે ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે અને મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓની મુક્તિના આદેશ આપનારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની માલદીવમાં ધરપકડ કરાયા બાદ રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. જો કે બાદમાં માલદીવની સુપ્રીમ કોર્ટે નિર્ણય બદલ્યો હતો.

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!