GSTV
Home » News » માલદીવનું રાજકીય સંકટ, વિપક્ષની ભારતના હસ્તક્ષેપની માંગ

માલદીવનું રાજકીય સંકટ, વિપક્ષની ભારતના હસ્તક્ષેપની માંગ

માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે માલદીવની સુપ્રીમ કોર્ટે ભલે રાજકીય કેદીઓને મુક્ત કરવાનો પોતાનો નિર્ણય પલટયો હોય. પરંતુ ટાપુના દેશમાં આવેલો રાજકીય ભૂકંપ હજી થંભ્યો નથી. માલદીવની સાથે આર્થિક અને સાંસ્કૃતિક સ્વરૂપે જોડાયેલા પાડોશી દેશ માલદીવમાં ભારતના હસ્તક્ષેપની માગણી વધી રહી છે. ભારતના વિપક્ષી દળ દ્વારા ભારત દ્વારા માલદીવમાં હસ્તક્ષેપની માગણી કરવામાં આવી છે. ભારત માટે માલદીવ આર્થિક, વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી મહત્વનો દેશ છે. તેને કારણે અહીં ચાલતું રાજકીય સંકટ ભારતના હિતમાં નથી.

માલદીવ ભલે ટચૂકડો દેશ હોય. પરંતુ આ દેશ ભારત માટે બેહદ મહત્વપૂર્ણ છે. માલદીવ હિંદ મહાસાગરમાં આવેલા 1200 ટાપુઓનો બનેલો દેશ છે. જેને કારણે હિંદ મહાસાગરમાં સૌથી મોટા દેશ ભારત માટે માલદીવ બેહદ મહત્વપૂર્ણ છે. આ સમુદ્રી માર્ગ દ્વારા કોઈપણ પ્રકારના અવરોધ વગર ચીન, જાપાન અને ભારતને ઊર્જા પુરવઠાની આપૂર્તિ કરવામાં આવે છે.

ચીન દ્વારા 10 વર્ષથી હિંદ મહાસાગર વિસ્તારમાં પોતાના યુદ્ધજહાજો મોકલવાની શરૂઆત કરવામાં આવી છે. એડનની ખાડીમાં ચાંચિયા વિરોધી અભિયાનના નામે માલદીવ ઈન્ટરનેશનલ ભૂરાજકીય રીતે ધીરે-ધીરે ઘણું મહત્વનું બની ગયું છે. દક્ષિણ એશિયાની મજબૂત શક્તિ હોવાના નાતે અને હિંદ મહાસાગર વિસ્તારમાં નેટ સિક્યુરિટી પ્રોવાઈડર હોવાના કારણે ભારત માટે માલદીવ સાથે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં મજબૂત સંબંધો જાળવી રાખવા જરૂરી છે.

માલદીવમાં ચીનની મોટી આર્થિક હાજરી પણ ભારત માટે ચિંતાનું કારણ છે. માલદીવને મળતી વિદેશી સહાયતાના 70 ટકા માત્ર ચીન દ્વારા મળી રહ્યા છે. માનવામાં આવે છે કે માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મહિંદા રાજપક્ષેના માર્ગે ચાલી રહ્યા છે. જેને કારણે માલદીવના રાજકીય સંકટ પર ભારતે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદની એમડીપી સહીત વિપક્ષને ટેકો આપનારી માલદીવની મોટાભાગની વસ્તી ચાહે છે કે ભારત આ સંકટમાં તેમની મદદ કરે અને યામીન વિરુદ્ધ કાર્યવાહી કરે. માલદીવ સાર્કના પણ સદસ્ય છે. તેવામાં આ વિસ્તારમાં ભારતે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે માલદીવને પોતાની સાથે રાખવું જરૂરી છે.

પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ઉરી ખાતેની ભારતીય સેનાની છાવણી પર કરવામાં આવેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં યોજાનારા સાર્ક સંમેલનનો ભારત દ્વારા બહિષ્કાર કરવાની હાકલ પર અસંમતિ વ્યક્ત કરનાર માલદીવ એકમાત્ર સાર્ક દેશ હતો.

યામીનના શાસનકાળમાં માલદીવમાં કટ્ટરપંથી તેજીથી પ્રભાવી બની રહ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે સીરિયાની લડાઈમાં માલદીવના ઘણાં આતંકીઓ માર્યા ગયા હતા. પોતાના વધુ એક પાડોશી દેશમાં કટ્ટરપંથીઓની સંખ્યામાં વધારો ભારત માટે ગંભીર બાબત છે. માલદીવના ભારત સાથે સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધ છે. માલદીવની સાથે ભારતના ધાર્મિક, ભાષાકીય, સાંસ્કૃતિક અને વ્યવસાયિક સંબંધ છે.

1965માં આઝાદી બાદ માલદીવને સૌથી પહેલા માન્યતા આપનારા દેશોમાં ભારત સામેલ હતું. ભારતે 1972માં માલદીવમાં પોતાનું દૂતાવાસ પણ ખોલ્યું હતું. માલદીવમાં લગભગ 25000 ભારતીય મૂળના લોકો રહે છે. દર વર્ષે માલદીવ આવનારા વિદેશી પર્યટકોમાં 6 ટકા ભારતીય પ્રવાસીઓ હોય છે. માલદીવના લોકો માટે શિક્ષણ, મેડિકલ અને કારોબારની દ્રષ્ટિએ ભારત એક પસંદગીનો દેશ છે. વિદેશ મંત્રાલય પ્રમાણે. માલદીવના નાગરીકો દ્વારા ઉચ્ચ શિક્ષણ અને સારવાર માટેની લાંબા ગાળાના વીઝાની માગણી પણ વધી રહી છે.

Related posts

સુરતના આ મેદાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

Nilesh Jethva

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ કર્યું લોન્ચ, આ છે ડ્રેગનની ભવિષ્યની યોજના

Path Shah

અમદાવાદની એલજી હોસ્પિટલમાં બોલી બઘડાટી, મામલો દબાવવા મીડિયાને નો એન્ટ્રી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!