GSTV
Home » News » માલદિવમાં વિ૫ક્ષીઓની મૂક્તિ ઉ૫ર સુપ્રિમ કોર્ટનો રોક : નવું સંકટ

માલદિવમાં વિ૫ક્ષીઓની મૂક્તિ ઉ૫ર સુપ્રિમ કોર્ટનો રોક : નવું સંકટ

માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નવો વળાંક આવ્યો છે. માલદીવની સુપ્રીમ કોર્ટે વિપક્ષના નેતાઓને મુક્ત કરવા ઉપર રોક લગાવી છે. જેથી માલદીવમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીને 5 ફેબ્રુઆરીથી માલદીવમાં ઈમરજન્સીની ઘોષણા કરી હતી. જે બાદ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ નશીદે ભારત પાસે સૈન્ય દખલની માગ કરી હતી.  મહત્વનું છે કે માલદીવની સુપ્રીમ કોર્ટે એક ફેબ્રુઆરીના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ મહંમદ નશીદને આતંકવાદના આરોપમાંથી મુક્ત કર્યા હતા. જે બાદ મહંમદ નશીદના સમર્થકો હાલના રાષ્ટ્રપતિનું રાજીનામું માગી રહ્યા છે.  સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ યમીને માલદીવમાં ઈમરજન્સી લાગૂ કરી છે. જે બાદ સુપ્રીમ કોર્ટના ત્રણ જજોએ સરકાર સાથે ટકરાવ થાય તે પહેલા ચૂકાદાને ફેરવી વિપક્ષના નેતાઓની મુક્તિ ઉપર રોક લગાવી દીધી.

Related posts

અમદાવાદથી પકડાયેલા આતંકી યુસુફ શેખની કંઈક આવી રહી છે ક્રાઈમ કુંડળી

Mayur

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!