GSTV
Home » News » માલદિવમાં બાહ્ય હસ્તક્ષે૫ની જરૂર નથી : ભારતની મદદ મગાતા ચીનના પેટમાં તેલ રેડાયુ

માલદિવમાં બાહ્ય હસ્તક્ષે૫ની જરૂર નથી : ભારતની મદદ મગાતા ચીનના પેટમાં તેલ રેડાયુ

માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ચીને શેખી મારવાની શરૂઆત કરી છે. ચીને બુધવારે એક નિવેદનમાં કહ્યું કે માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોઈ બાહ્ય હસ્તક્ષેપની જરૂરી નથી. ચીને આ પ્રકારનું નિવેદન ભારતનું નામ લીધા વગર આપી ભારત પર નિશાન સાધ્યું છે. અગાઉ માલદીવમાં વિપક્ષના નેતાએ લોકતંત્રને બચાવવા માટે ભારતને હસ્તક્ષેપ કરવા આગ્રહ કર્યો હતો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ભારતનું નામ લીધા વગર કહ્યું કે માલદીવની સંપ્રભુતાને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મામલે કોઈ રચનાત્મક પગલા ભરવા ન જોઈએ. આમ કરવાથી માલદીવની સ્થિતિ વધારે બગડી શકે છે. ચીનના નિવેદન બાદ તેનો વિરોધ માલદીવમાં કરવામાં આવી રહ્યો છે. ચીને માલદીવમાં કરેલા જંગી રોકાણના કારણે ચીનને માલદીવની અચાનક ચિંતા થવા લાગી છે. ચીનના નિવેદન બાદ ભારત કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

Related posts

આજે રાત્રે 12 વાગ્યાથી રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થઇ જશે, સરકારે કર્યા આ આદેશ

Nilesh Jethva

ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની કરશે જાહેરાત, 4 ઝોનમાં સેન્સ લેવાની જવાબદારી આ નેતાઓને સોંપાઈ

Nilesh Jethva

ગુજરાતમાં મારા અનુયાયીઓને કંઈ થશે તો જોવા જેવી થશે, નિત્યાનંદની ખુલ્લેઆમ ધમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!