GSTV
Home » News » માયાવતીએ ઉજવ્યો જન્મદિવસ : કહ્યું આ વખતે મોદી ગુજરાતમાં જ માંડ બેઘર થતા બચ્યા..

માયાવતીએ ઉજવ્યો જન્મદિવસ : કહ્યું આ વખતે મોદી ગુજરાતમાં જ માંડ બેઘર થતા બચ્યા..

બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ પોતાના 62 માં જન્મદિવસની ઉજવણી કરી છે. માયાવતીએ પોતાના જન્મ દિવસ પર PM મોદી ઉપર નિશાન તાક્યું હતું. માયાવતીએ જણાવ્યુ કે  હર…હર મોદી…, ઘર..ઘર મોદી વાળા નરેન્દ્ર મોદી આ વખતે ગુજરાતમાં બેઘર થતાં માંડ માંડ બચ્યા છે.

ગુજરાતમાં દલિત મતદારોના કારણે ભાજપ બચી ગયું. માયાવતીએ મોદી સરકાર પર મોટો આક્ષેપ કરતા જણાવ્યુ કે ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માગે છે. આઝાદી બાદ કોંગ્રેસ અને ભાજપે તમામ વર્ગના લોકોને નુકસાન પહોંચાડ્યું છે. આજે દેશના તમામ રાજ્યોમાં સાંપ્રદાયિક અને જાતિવાદીનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે.

માયાવતીએ પોતાનો જન્મ દિવસ જન કલ્યાણકારી દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. માયાવતીએ આ પ્રસંગે પોતાના જીવન પર આધારિત પુસ્તક ‘મેરે સંઘર્ષમય જીવન ઔર બીએસપી મૂવમેન્ટ કા સફરનામા’નું વિમોચન પણ કર્યું હતું.

Related posts

મોદી સરકારની ખેડૂતોને દિવાળી પહેલા મોટી ભેટ, ટેકાના નવા ભાવ જાણી થઈ જશો ખુશખુશાલ

Mayur

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

આ વર્ષે દિવાળી અને કાળી ચૌદશ છે એક જ દિવસે? એક ક્લિકે જાણો કઇ છે સાચી તિથિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!