GSTV
Home » News » UP માં ઇન્વેસ્ટર સમીટ શરૂ : મૂકેશ અંબાણીએ કરી 10 હજાર કરોડના રોકાણની જાહેરાત

UP માં ઇન્વેસ્ટર સમીટ શરૂ : મૂકેશ અંબાણીએ કરી 10 હજાર કરોડના રોકાણની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં ઈન્વેસ્ટર સમિટનો પ્રારંભ થયો છે. લખનઉમાં આયોજિત ઈન્વેસ્ટર સમિટનુ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રૂપિયા 10 હજાર કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ સંબોધન કરતા કહ્યું કે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જેવા કર્મયોગી મુખ્યપ્રધાન મળ્યા છે. અમે ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવાના સપનાને પૂર્ણ  કરવા પ્રયાસો કરીશું. યુપીમાં વિકાસ થશે તો દુનિયાની કોઈ તાકાત ભારતને આગળ વધવામાં રોકી શકે નહીં. મુકેશ અંબાણીએ સમિટમાં ચાર મહત્વની જાહેરાત કરી. જેમા જિયો ત્રણ વર્ષમાં 10 હજાર કરોડનું રોકાણ કરશે. બે મહિનામાં બે કરોડ ફોન યુપીને આપવામાં આવશે. ત્રણ વર્ષમાં યુપીમાં એક લાખ નોકરીનું સર્જન કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે અમારી કંપની ગંગા સફાઈ માટે સરકાર સાથે મળે કામ કરવા માગે છે. તો અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ ત્રણ હજાર કરોડથી વધારે રોકાણ કરવાની જાહેરાત કરી છે. ત્યારે આ સમિટમાં મુકેશ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી સહિત દેશભરના 5 હજાર જેટલા ઉદ્યોગપતિઓને સામિલ થયા છે.

Related posts

મોદી સરકાર ભરાઈ, એનઆરસીનો મમતા સિવાય ભાજપની આ રાજ્ય સરકારે શરૂ કર્યો વિરોધ

Mansi Patel

10 વર્ષ બાદ ફરી વસતી ગણતરી, ગુજરાતમાં પ્રથમવાર થશે આ ટેક્નોલોજીનો ઉપયોગ

Mansi Patel

કારમાં જ રાજકોટની મહિલાનો ગેંગરેપ, નરાધમોએ કૃત્યનો વીડિયો બનાવાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!