GSTV
Home » News » મહેસાણા: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે વહીવટીતંત્ર સજ્જ

મહેસાણા: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે વહીવટીતંત્ર સજ્જ

મહેસાણામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવા જઇ રહી છે. જેને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. પ્રજાસત્તાક પર્વ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જે અંગે પોલીસે ફૂલ ડ્રેસ સાથે રિહર્સલ કર્યું હતું. પોલીસ દ્વારા ધ્વજવંદન, સલામી, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરાયા હતા. તેમજ એક બાઇક પર 6 જેટલા પોલીસ જવાનોએ પિરામીડ બનાવી કરેલા દિલધડક કરતબોએ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં બેન્ડ સહિતનું ફ્લેગ માર્ચ પણ કરાયું હતું. 26મી જાન્યુઆરીએ રાજ્યપાલ તેમજ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇને પ્રજામાં ભારે ઉત્સાહ અને ઉમંગ પ્રવર્તી રહ્યો છે.

Related posts

વડોદરામાં કેસડોલની સહાય ન મળતા કોંગ્રેસની આગેવાનીમાં કલેક્ટર કટેરી બહાર પુર પીડિતોના દેખાવો

Mansi Patel

ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક પર મુકાયો પ્રતિબંધ, પકડાશો તો થશે આટલો દંડ

Nilesh Jethva

વારાહી : રૂપિયા રિકવર કરવા તંત્રએ ગૌશાળાને આપી નોટિસ, સંચાલકોએ લીધો આ ચોંકાવનારો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!