મહેસાણા ભાજપમાં ભડકો : નારણ કાકાના સમર્થકોનો હોબાળો, વેવાઈ વાદ કરો બંધ

મહેસાણાના વિસનગર ખાતે ભાજપની બેઠકમાં ઊંઝા એપીએમસી મામલે વિરોધ થયો હતો. ભાજપના મહામંત્રી કે.સી. પટેલેનો ઉંઝા અને અન્ય તાલુકા ભાજપ કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિસગરની એસ.કે. યુનિવર્સિટી ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી. જે દરમિયાન નારણભાઈ પટેલના સમર્થનમાં વેવાઈવાદ બંધ કરોના નામે સુત્રોચ્ચાર થયા હતા. હાલમાં ઊંઝામાં ભાજપમાં જ ડખા ચાલી રહ્યાં છે.

કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયા તે સમયે દિનેશ પટેલને ઊંઝા એપીએમસીમાં બેસાડવાનો કરાર થયો હોવાનું કહેવાય છે. હાલમાં એપીએમસીના ચેરમેન નારણકાકાના દીકરા ગૌરવભાઈની પેનલ પાસે છે. આ એપીએમસીના રાજકારણને પગલે ઊંઝામાં ભાજપમાં ઉભા બે ફાડિયા પડી ગયા છે. પાટણના કેસીપટેલનો આશાબેનને ભાજપમાં જોડાવવામાં મોટો રોલ છે. કારણ કે દિનશે પટેલ અને કેસી પટેલ એ સગા છે. આમ આ બાબતે આજે મોટો વિરોધ થયો હતો. વિસનગરમાં નારણકાકાના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો.

  • વિસનગર ખાતે ભાજપની બેઠકમાં એ.પી.એમ.સી ઊંઝાનો વિરોધ થયો
  • ભાજપના મહા મંત્રી કે સી પટેલનો થયો વિરોધ
  • ઊંઝા અને અન્ય તાલુકાના ભાજપ કાર્યકરો એ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
  • એસ કે યુનિવર્સિટી ખાતે હતી ભાજપની બેઠક
  • નારાયણભાઈ પટેલના સમર્થનમાં કર્યો સૂત્રોચ્ચાર
  • વેવાઈ વાદ બંધ કરોનો સુત્રોચ્ચાર કરાયો
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter