GSTV
Home » News » મહેસાણાના પરા તળાવનાં બ્યુટીફિકેશન માટે કરોડોનો ખર્ચ, તળાવ હાલત જેમની તેમ

મહેસાણાના પરા તળાવનાં બ્યુટીફિકેશન માટે કરોડોનો ખર્ચ, તળાવ હાલત જેમની તેમ

એક સમયે મહેસાણાની શોભા ધરાવતુ પરા તળાવ નગરપાલિકાનાં શાસકો માટે કમાણીનં સાધન બની રહ્યુ છે. છેલ્લાં 10 વર્ષમાં તળાવનાં બ્યુટીફિકેશન માટે કરોડોનો ખર્ચ કરાયો છે.પરંતુ તળાવની સ્થિતિ પહેલા જેવી જ છે.

ગાયકવાડી શાસનમાં તૈયાર થયેલું મહેસાણામાં આવેલા પરા તળાવનો ઈતિહાસ ભવ્ય છે.પરંતુ વર્તમાનમાં તેના પર તંત્રના પાપે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. છેલ્લા 10 વર્ષથી તળાવના બ્યુટીફિકેસન માટે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. જો કે દોઢ વર્ષ અગાઉ માત્ર તળાવને ફરતે દિવાલ જ તૈયાર થઈ અને આયોજન વગર ચણાયેલી આ દિવાલ નગરપાલિકા તંત્ર તોડીને ફરી બનાવવાનું આયોજન કરી રહી છે. તેમજ વિકાસના નામે થતા કામો મંથર ગતિએ ચાલી રહ્યા છે.

શહેરના નાગરીકોને હરવા ફરવાનું સ્થળ મળી રહે તે માટે નગર પાલિકાએ 2008માં તળાવના બ્યુટીફિકેશનના કામની શરૂઆત કરી. બ્યુટીફિકેશનની કામગીરીમાં કરાયેલા કામમાં ગેરરીતિ કરાતા કોન્ટ્રાક્ટરને દંડ પણ થયો. અત્યાર સુધી બે કરોડથી વધુનો ખર્ચ થયો પણ તળાવનું બ્યુટિફેકિશન કેટલું થયુ છે. તે તમે દ્રશ્યમાં જોઈ શકો છો.

તળાવ બ્યુટિફિકેશનના નામાં નગર પાલિકાના શાસકો જનતાના નાણાનો દુરઉપયોગ કરી રહ્યા હોય તે તળાવની સ્થિતિ જોતા જ ખ્યાલ આવે છે અને બ્યુટિફિકેશનના નામે થતા ખર્ચ અટાકાવવાની માંગ ઉઠી છે.

Related posts

ના હોય! આ ફિલ્મ માટે અક્ષય કુમાર લેશે અધધ ફી, આટલું તો આખી ફિલ્મનું બજેટ હોય!

Bansari

આમ આદમી માટે રાહતના સમાચાર, 1 એપ્રિલથી ઘટશે CNG-PNGના ભાવ

Bansari

ગુજરાત ભાજપમાં ‘આયાતી’ ઉમેદવારોનું ‘આવી’ બન્યું : ભાજપના પ્રદેશ માળખામાં હોદ્દો નહીં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!