GSTV
Home » News » મહા વાવાઝોડુ શમી ગયું, કાર્તિકી પુર્ણિમાનો રદ થયેલો મેળો ફરી શરૂ કરવાની થઇ જાહેરાત

મહા વાવાઝોડુ શમી ગયું, કાર્તિકી પુર્ણિમાનો રદ થયેલો મેળો ફરી શરૂ કરવાની થઇ જાહેરાત

મહા વાવાઝોડુ શમી ગયું છે તેથી હવે રદ થયેલા મેળો ફરી શરૂ કરવાની જાહેરાત થઇ છે. કાર્તિકી પુર્ણિમાને હવે ઘડીઓ ગણાઇ રહી છે તેવામાં મેળાની શરૂઆત થવા માંડી છે. ત્યારે આવો નજર કરીએ કાર્તિકી પુર્ણિમાના કેટલાક પારંપરિક અને પ્રાચીન મેળાઓની ગુજરાતનો સૌથી મોટી આસ્થાવાળો મેળો એટલે સોમનાથનો કાર્તિકી પુર્ણિમાનો મેળો. આ મેળા પાછળ એવી માન્યતા છે કે, કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર વિશેષ રીતે પ્રકાશે છે. 1955માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઇ દેસાઇએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલા આ મેળો 3 દિવસ માટે થતો હતો જે હવે છેલ્લા 10 વર્ષથી પાંચ દિવસ માટે યોજવામાં આવે છે.

આ ખગોળશાસ્ત્રીય વિશેષતા છે કે, પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચંદ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે જાણે કે ચંદ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય. ઈતિહાસ એ પણ કહે છે સોમનાથ જેવા પ્રાચીન શિવાલયમાં કુમારપાળે વિક્રમ સવંત 1225માં સોમનાથનો જીર્ણોદ્ધાર કરીને નવી પ્રાણપ્રતિષ્ઠા કાર્તિક પૂર્ણિમાએ કરેલી. આ પહેલાં ભીમદેવ પહેલાએ સવંત 1086માં સોમનાથ મહાદેવને પુજીને કાર્તિક પૂનમે ગ્રામદાન કર્યું હતું.

નર્મદા નદીના કિનારે આવેલા વિહારધામ પૈકીનું એક વિહારધામ એટલે શુકલતીર્થ. અહી આવેલા શુકલેશ્વર મહાદેવના મંદિર ઉપરથી આ સ્થળ શુકલતીર્થ તરીકે ઓળખાય છે. અર્ધચંદ્રાકાર વહેતી નર્મદાનો પ્રગાઢ પ્રવાહ ભાવકને એક અનોખી અનુભૂતિનો અહેસાસ કરાવે છે. અગ્નિહોત્રી અને સામવેદી વિદ્વાન બ્રાહ્મણોની કર્મભૂમિ એવા આ શુકલતીર્થની ખ્યાતિ સમગ્ર ભારતમાં હતી. આ ક્ષેત્રમાં આવેલા ભગવાન ઓમકારનાથના મંદિર ઉપરાંત અવીતેશ્વર મહાદેવનું મંદિર ગોપેશ્વર મહાદેવનું મંદિર ઉપરાંત અંબાજીના મંદિર આવેલા છે. કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે, ત્યારે નર્મદા સ્નાનનું મહાત્મ્ય સવિશેષ હોય છે.

કારતક મહીનાની પૂનમ પહેલા જ ધોળકા તાલુકાના વૌઠા ગામે સપ્તનદી સંગમ સ્થાન પર ભરાતા ગુજરાતના પ્રથમ હરોળના અને સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ થઇ ગયો છે. મેળામાં નદીના પટમાં ધોળકા શહેરના તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પાંચ દિવસના મેળા દરમ્યાન ત્યાં પાલ એટલે કે તંબુ બાંધી તેમના પરિવાર સાથે રહે છે અને મેળાની મજા માણે છે ત્યારે અનેક પરિવાર રહેવા આવી ગયા છે અને આખો નદીનો પટ તંબુથી ઉભરારાઇ ગયો છે.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપે લીધો આ ચોકાવનારો નિર્ણય

Nilesh Jethva

બિહાર બાદ હરિયાણામાં દારૂબંઘીના અણસાર, મુખ્યમંત્રીએ આપ્યા સંકેત

Kaushik Bavishi

કેન્દ્રની મોદી સરકારે આર્થિક મંદીના કારણે જીડીપીમાં ઘટાડો થયો હોવાનો કર્યો એકરાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!