મહાશિવરાત્રી : 3 વર્ષ બાદ બન્યો આ મહાસંયોગ, ધન-સમૃદ્ધિ માટે લાભદાયી

મહાશિવરાત્રીનું મહત્વ એટલા માટે છે કારણ કે આ શિવ અને શક્તિના મિલનની રાત છે. આધ્યાત્મિકરૂપે તેને પ્રકૃતિ અને પુરુષના મિલનની રાત રૂપે જણાવવામાં આવે છે. આ રાતમાં આધ્યાત્મિક શક્તિઓ અધિક જાગૃત થાય છે એટલે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ રાતનો ઉપયોગ ધ્યાન, યોગ, તપ અને સાધનામાં કરવો જોઇએ. આ વર્ષે મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે. આ અ વસરે અનેક દુર્લભ સંયોગ બને છે તેવામાં આ દિવસનું મહત્વ વધી ગયું છે.

સોમવારે મહાશિવરાત્રી

આ વર્ષે મહાશિવરાત્રી સોમવારે છે જેને દુર્લભ માનવામાં આવે છે. સોમવારનો સંબંધ ભગવાન શિવ અને તેના શિરે બિરાજમાન ચંદ્ર સાથે છે તેથી તેમને સોમનાથ પણ કહેવામાં આવે છે. મહાશિવરાત્રી પર સોમવાર હોવાથી શિવભક્તો માટે આ દિવસ ખાસ છે. વિવાહ યોગ્ય યુવક યુવતીઓ આ અવસરે શિવજીને દૂધ અને ગંગાજળથી અભિષેક કરે.

શિવયોગ

આ વર્ષે મહાશિવરાત્રી પર શિવયોગ પમ છે. શિવયોગમાં શિવની પુજા ઉત્તમ અને શુભફળદાયી માનવામાં આવે છે. મોક્ષની ઇચ્છા દરાવતા લોકોએ મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવની પૂજામાં દૂઘમાં કેસર મિશ્રિત કરીને અભિષેક કરવો જોઇએ. સુખ સમૃદ્ધિ માટે ભગવાન શિવને અક્ષત અર્પિત કરવા જોઇએ તેનાથી આત્માને પણ બળ મળે છે અને ભય મુક્તિ મળે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter