GSTV
Corona Virus India News

મહારાષ્ટ્ર/ રાજ્યમાં કોરોનાના નવા ૬૨૪૮ કેસ, ઓમિક્રોનના કેસો યથાવત રહેતા મહારાષ્ટ્ર સરકાર ચિંતિત

મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ઓસરી ગઈ છે. પણ આજે ઓમિક્રોનના નવા ૧૨૧ દરદી નોંધાયા છે. આથી સરકાર ચિંતામાં પડી ગઈ છે કાળજી રાખવાની અપીલ કરી છે. જો કે મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યમાં ધરખમ ઘટાડો નોંધાતા શહેરના મકાનો અને ઝૂંપડપટ્ટી તેમ જ ચાલીઓ કોરોનાથી મુક્ત થયા છે. જ્યારે શહેરમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૮ ટકા થયું છે, આજે મુંબઈમાં કોરોનાના નવા ૪૨૯ કેસ નોંધાયા છે. અને બે દરદીનાં મોત થયા હતા. એમપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Third wave corona Delhi Maharashtra corona cases increase - India Hindi  News - कोरोना की तीसरी लहर का कहर, दिल्ली-महाराष्ट्र में अभी राहत नहीं; मौत  के आंकड़े रिकॉर्ड पार

મુંબઈમાં આજે કોરોનાના ૮૨૨ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપી હતી. આથી મુંબઈમાં રિકવરનું પ્રમાણ વધીને ૯૮ ટકા થયું છે. જ્યારે શહેરમાં કોરોનાના ૩૬૯૮ સક્રિય છે. કોરોનાના દરદીની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને ૯૪૯ દિવસ થયા છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં આજે ઓમિક્રોનના નવા ૧૨૧ કેસ નોંધાયા છે. એમાં નાગપુરમાં ૮૨, વર્ધામાં ૧૫, પુણેમાં ૯, સિંધુદુર્ગ ૮, ધુળેમાં ૨, લાતુરમાં ૨, અમરાવતીમાં ૨. યમતમાળમાં ૨ દરદીનો સમાવેશ થાય છે.

Maharashtra sees highest-ever Coronavirus Cases rise in daily tally, record  25833 and Mumbai also recorded the highest ever daily count of 2788 cases | Maharashtra  Coronavirus: महाराष्ट्र में कोरोना वायरस का कहर,

રાજ્યમાં કોરોનાના નવા ૬૨૪૮ કેસ નોંધાયા છે. અને ૪૫ દરદીનાં મોત થયા હતા. રાજ્યમાં કોરોનાના ૧૮૯૪૨ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે રાજ્યમાં કોરોનાના ૭૦,૧૫૦ સક્રિય દરદી નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

READ ALSO:

Related posts

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel

હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે

Damini Patel

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

Hardik Hingu
GSTV