GSTV
Home » News » મહારાષ્ટ્રમાં 11,700 કર્મચારી સરકારી નોકરી ગુમાવશે ! : સરકાર માટે સુડી વચ્ચે સોપારી..

મહારાષ્ટ્રમાં 11,700 કર્મચારી સરકારી નોકરી ગુમાવશે ! : સરકાર માટે સુડી વચ્ચે સોપારી..

નકલી પ્રમાણ પ્રત્રના આધારે સરકારી નોકરી મેળનારા સરકારી કર્મચારીઓની મુશ્કેલી લધી શકે છે. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કથીત અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રમાણ પ્રત્રના આધારે નોકરી મેળવનારા કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવાના આદેશ આપ્યા છે.

સૂત્રોનું માનીએ તો સુપ્રીમ કોર્ટનો આ આદેશ ફડનવીસ સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કેમ કે મહારાષ્ટ્રમાં 11,700 કર્મચારીઓ એવા છે જેમણે નકલી પ્રમાણ પત્રના આધારે સરકારી નોકરી મેળવી છે. નકલી પ્રમાણ પત્રના આધારે નોકરી મેળવનારા કર્મચારીઓ અનુસૂચિત જનજાતિમાંથી આવતા હોવાનો દાવો કરી રહ્યા છે. મહત્વનું છે કે જુલાઈ 2017માં સુપ્રીમ કોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે જેમણે નકલી પ્રમાણ પત્રના આધારે સરકારી નોકરી મેળવી છે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. ત્યારે ફડનવીસ સરકાર એક તરફ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા તત્પર છે તો બીજી તરફ કર્મચારીઓની નારાજગીથી બચવાનો પ્રયાસ કરી રહી છે.

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!