GSTV
Home » News » મસૂદ અઝહર જ નહીં આ 6 ભારતના દુશ્મનોને પણ જાહેર કરાયા છે વૈશ્વિક આંતકવાદી

મસૂદ અઝહર જ નહીં આ 6 ભારતના દુશ્મનોને પણ જાહેર કરાયા છે વૈશ્વિક આંતકવાદી

પુલવામાં આતંકી હુમલાનો આરોપી જૈશ-એ-મહોમ્મદનો વડો મસૂદ અઝહરને આખરે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. મસૂદ અઝહરનું આતંકવાદી સંગઠન 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું. હકીકતમાં, જમ્મુ-કાશ્મિરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર કરેલ હુલમાની જવાબદારી જૈશે લીધી હતી, જેમાં 40 જવાનો શહિદ થયા હતા. મસૂદ અઝહર સિવાય 6 આવા આતંકવાદી અખાડા ચલાવનાર પણ છે અને તેના પર સંયુક્ત રાષ્ટ્ર દ્રારા આતંકવાદી હોવાની મહોર લાગી શકે છે.

હાફિસ સઈદ : લશ્કર-એ-તોઈબા અને જમાત ઉદ દાવા આતંકી સંગઠન ચલાવતો હાફિસ સઈદ આતંરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત છે. પાકિસ્તાનના લાહોર શહેરના જૌહર ટાઉનથી કાશ્મિરની આઝાદીના નામે દંગા આતંક ફેલાવે છે અને તેને પાકિસ્તાની સેના આઈએસઆઈનો સંપૂર્ણ સંરક્ષણ મળેલ છે. આ આતંકીને ઓળખી જણાવનારને 70 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત થયેલ છે.

સૈયદ સલાહુદ્દીન : સૈયદ સલાહુદ્દીન પીઓકેમાં હિજબુલ મુજોબિદ્દિન અને યુનાઈટેડ જેહાદ કાઉન્સિલ નામના બે આતંકવાદી સંગઠનો ચલાવે છે. આ સંગઠન પણ કાશ્મિરની આઝાદીના નામે પાકિસ્તાન સેના આઈએસઆઈના સંરક્ષણમાં આતંક ફેલાવે છે. જેને પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

દાઉદ ઈબ્રાહિમ : આ આતંકીને તો લગભગ દરેક ભારતીય ઓળખતો હશે.  મુંબઈના બોમ્બ બ્લાસ્ટનો આરોપી પાકિસ્તાન સહિત અનેક દેશોમાં ગેરકાયદેસર ગતિવિધિઓ કરતો રહે છે. તેનું કથિત ઠેકાણું ક્લિફ્ટન રોડ કરાંચી છે. જે આંતરરાષ્ટ્રીય માફિયા ડોન છે.

હમજા બિન લાદેન : 29 વર્ષીય હમજા બિન લાદેન ભયંકર આતંકી ઓસામા બિન લાદેનનો દિકરો છે. જેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો છે. આનું કારણ એ છે કે, 2015માં તેનો એક ઓડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે પોતાના પિતાના મોત બદલ બદલો લેવા માટે અમેરિકા અને સહયોગી દેશો પર હુમલો કરવાની ધમકી આપી હતી. પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર વિસ્તારમાં રહેતા આ આતંકી પર 7 કરોડ રૂપિયાનું ઈનામ રાખેલ છે.

અયમાન અલ-જવાહિરી : આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર થયેલા આ આતંકી પર ઈજિપ્તમાં 62 પ્રવાસીના મોતનો આરોપ છે.અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સીમાવર્તી વિસ્તારમાં રહેતા આ આતંકી ઓસામા બિન લાદેનના મોત પછી અલ કાયદાનો પ્રમુખ બન્યો છે.

જકીઉર-રહમાન લખવી : 26/11નો માસ્ટર માઈન્ડ આ લિસ્ટમાં હોવાનો જ. આ સિવાય આ આતંકીએ લશ્કરે-એ-તોયબાનો કમાન્ડર અને અલ-એ-હદીત જેવા આતંકી અડ્ડા પર યુવાનોને ટ્રેનિંગ પણ આપી હોવાનો આરોપ છે. જેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરાયો છે. તેનું ઠેકાણું પાકિસ્તાની સેના આઈએસઆઈ છે.

Related posts

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar

સોનભદ્રમાં પીડિત પરિવારો સાથે કાલે મુલાકાત કરશે સીએમ યોગી આદિત્યનાથ

Kaushik Bavishi

પૂર્વોતર રાજ્યો બાદ કેરળમાં મૂશળધાર વરસાદ, ભૂસ્ખલન થતા પહાડી વિસ્તારોમાં બે લોકોનાં મોત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!