મસૂદની તો હવા કાઢી, ફ્રાન્ચ એવું ત્રાટક્યું કે એક કાંકરો પણ ન વધવા દીધો

પુલવામા હુમલા બાદ ફ્રાંસે જૈશના વડા અને આતંકવાદી મસૂદ અઝહર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ફ્રાંસની સરકારે મસૂદની તમામ સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. યુએનસીમાં ચીને વીટો પાવરનો ઉપયોગ કરી મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં અડચણ ઉભી કરી હતી. જે બાદ ફ્રાંસે પણ મસૂદ અને ચીનને ઝાટકો આપવા માટે મસૂદની સંપત્તિ વિરૂદ્ઘ ગાળિયો કસવાની શરૂઆત કરી છે.

મહત્વપૂર્ણ છે કે, યુએનસીમાં અમેરિકા અને ફ્રાંસે મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા ભારતનું સમર્થન કર્યુ હતુ. જોકે, ચીનની અવળચંડાઈના કારણે ભારતની કોશિશ પર પાણી ફરીવળ્યુ હતું. ત્યારે ફ્રાંસે મસૂદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter