મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસની મુસીબતો ઘટવાનું નામ લઈ રહી નથી. અનામતની માગણીને લઈને મરાઠા આંદોલન બાદ હવે મહારાષ્ટ્રના 17 લાખ કર્મચારીઓએ હડતાલનું એલાન કર્યું છે.
આ 17 લાખ સરકારી કર્મચારીઓ સાતમા પગાર પંચને લાગુ કરવા સહીત અન્ય ઘણી વિલંબિત માગણીઓને લઈને મંગળવારથી હડતાલ પર છે. મહારાષ્ટ્ર રાજ્ય કર્મચારી સંગઠનના અધ્યક્ષ મિલિંદ સરદેશમુખે ક્હ્યુ છે કે મુખ્યમથક, મંત્રાલય, શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓ સહીત અન્ય વિભાગોના કર્મચારીઓ ત્રણ દિવસીય હડતાળના આંદોલનમાં ભાગ લઈ રહ્યા છે.
સરદેશમુખે કહ્યુ છે કે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ દ્વારા આશ્વાસન આપવા છતા પણ તેમની માગણીઓની અવગણના કરવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે પહેલી જાન્યુઆરી-2016ના રોજથી પગાર પંચનો અહેવાલ લાગુ થવાનો હતો. પરંતુ તે હજી સુધી વિલંબિત છે. તેને કારણે કર્મચારીઓએ હડતાલ કરવાનો નિર્ણય કર્યો છે.
- હૈદરાબાદ એન્કાઉન્ટર બાદ સળગતો સવાલ, ગુજરાતમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીઓને ન્યાય ક્યારે ?
- 85 લાખ રૂપિયામાં વેચાયુ દિવાલ પર લગાવેલું આ એક કેળું, જાણો કેમ
- INDvWI: પ્રથમ ટી 20 માં ભારતે ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝને બેટિંગ માટે આપ્યું આમંત્રણ
- અમદાવાદની વિદ્યાર્થિનીઓએ હૈદરાબાદમાં થયેલા એન્કાઉન્ટર પર આપી પ્રતિક્રિયા
- પ્રિયંકા ચોપરાએ દુનિયામાં વધાર્યુ ભારતનું માન, UNICEFએ આ મોટા પુરસ્કારથી કરી સન્માનિત
હડતાલ કરી રહેલા 17 લાખ કર્મચારીઓની માગણી છે કે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવે. સપ્તાહમાં બે દિવસ રજા આપવામાં આવે. એક લાખ 80 હજાર ખાલી પદો પર ભરતી કરવામાં આવે. તેની સાથે તેમમે સેવાનિવૃત્તિ માટેની વયમર્યાદા 60 વર્ષ કરવાની પણ માગણી કરી છે.