મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીને લઈને વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ સાથે કથિત વિવાદ અને મુખ્યપ્રધાનના ચહેરાને લઈને ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટું નિવેદન આપ્યું છે. કમલનાથ સાથે કોઈ પણ પ્રકારની સ્પર્ધાનો ઈન્કાર કરીને તેમણે એમ કહ્યું કે એ વાતથી કોઈ ફરક પડતો નથી કે ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ મુખ્યપ્રધાનની ખુરશી પર કોણ બેસશે.
- BIG NEWS: મહારાષ્ટ્રની અઘાડી સરકાર લાદશે આકરા પ્રતિબંધો, કોરોનાના દરદીઓમાં વધારો થતા સરકારે આપ્યા સંકેતો
- IPL FINAL 2022: ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPLનો ગ્રાન્ડ ફિનાલે, રાત્રે 8.00 વાગ્યાથી મેચ થશે શરૂ
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
એમપી કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું કે મધ્યપ્રદેશની જનતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ‘ચોકીદાર જ ચોર છે’ ના નારાને ઘણા સકારાત્મકતાથી લઈ રહી છે. ચૂંટણી રેલીઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના અંદાજ, આક્રમક ભાષણ શૈલી તેમજ ભાજપ અને મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પર આકરા પ્રહાર માટે તમામ કોંગ્રેસના નેતાઓ કરતાં વધુ પસંદ કરે છે. જોકે કોંગ્રેસના નેતૃત્વએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માટે તેમની જગ્યાએ કમલનાથની પસંદગી કરી હતી.