GSTV
Baroda Gujarat Polls 2017 Kheda-Anand Trending ગુજરાત

મધ્ય ગુજરાતમાં ભાજપે કોંગ્રેસને ફાવવા ન દીધી, જુઓ કેટલી મળી બેઠક

તો મધ્ય ગુજરાતમાં અમદાવાદની 21 બેઠકોને બાદ કરીને વાત કરીએ તો કુલ 40 બેઠકોમાંથી ભાજપને 25 બેઠક મળી. જ્યારે કોંગ્રેસને 13 બેઠક મળી છે. જ્યારે 2 બેઠક અન્યના ફાળે ગઇ છે.

મધ્ય ગુજરાતમાં ખેડાની વાત કરીએ તો કુલ 6 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસની ફીફટી ફીફટી રહી છે અને બંને પક્ષોને 3-3 બેઠકો મળી છે. તો આણંદમાં કુલ 7 બેઠકોમાંથી 5 ભાજપના ફાળે તો 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે.

તો છોટા ઉદ્દેપુરમાં 3 બેઠકોમાંથી 2 કોંગ્રેસ જ્યારે 1 બેઠક ભાજપના ફાળે ગઇ છે. તો વડોદરાની 10 બેઠકોમાંથી 8 ભાજપને જ્યારે 2 કોંગ્રેસને મળી છે.

તો પંચમહાલમાં 4 ભાજપને જ્યારે 1 બેઠક અપક્ષને મળી છે. જ્યારે કોંગ્રેસનું ખાતુ જ ખુલ્યુ નથી. તો દાહોદમાં 6 બેઠકોમાંથી 3 ભાજપ જ્યારે 3 કોંગ્રેસને બેઠક મળી છે. જ્યારે મહિસાગર જિલ્લામાં 1 કોંગ્રેસ , 1 ભાજપને જ્યારે 1 બેઠક અપક્ષને મળી છે.

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV