મધ્યપ્રદેશની જનતાએ મામાને “મામુ” બનાવી દીધા : ખત્મ થવા જઈ રહ્યું છે શિવનું “રાજ”

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના હાલમાં રૂઝાનો આવી રહ્યાં છે. જેમાં મધ્ય પ્રદેશમાં ભાજપને ફટકો એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. મધ્ય પ્રદેશમાં હારથી લોકસભાને સીધી અસર પડવાની સંભાવનાને પગલે મોદીએ પણ તાત્કાલિક બેઠક બોલાવી છે. એમપીમાં છેલ્લાં 15 વર્ષથી ભાજપનું શાસન હોવાથી એન્ટિઇન્કમ્બસીનો માહોલ ભાજપને નડ્યો છે.

કોંગ્રેસે ફટાકડા ફોડીને જશ્ન મનાવવાનો શરૂ કર્યો

ભાજપ હાલમાં 100 બેઠકોની અાસપાસ આગળ છે જ્યારે કોંગ્રેસ 116 બેઠકો સાથે  અાગળ ચાલી રહી છે. મધ્ય પ્રદેશમાં શિવનું રાજ ખતમ થવાને આરે છે. એમપીમાં સરકાર બનાવવા માટે તો કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધા છે. એમપીમાં મામાને જનતાએ મામુ બનાવી દીધા છે. જેઓ ઘરભેગા થઈ રહ્યાં છે. અેમપીમાં ભાજપને શિવરાજ પર વિશ્વાસ ભારે પડ્યો છે. 

મધ્ય પ્રદેશનો હું જ મોટો સર્વેયર

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના એગ્ઝિટ પોલમાં હાર દર્શાવવામાં આવી હોવા છતાં રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાનને પોતાની જીતનો ભરોસો છે. શિવરાજસિંહ ચૌહાને ખુદને સૌથી મોટા સર્વેયર ગણાવ્યા છે અને તેમણે દાવો કર્યો છે કે મધ્યપ્રદેશમાં ભાજપ બહુમતી સાથે ચોથી વખત સરકાર બનાવશે. ચૌહાને કહ્યું કે તેઓ જનતાની નસને પારખે છે. તેમણે મધ્યપ્રદેશનો પ્રવાસ ખેડયો છે અને લોકોને મળ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપ ફરી એકવાર બહુમતી સાથે જીતશે અને સરકાર બનાવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter