GSTV
India ટોપ સ્ટોરી

મદ્રાસ હાઈકોર્ટ : કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરિના બીચ પર થશે

ડીએમકે ચીફ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિનું સમાધિસ્થળ મરીના બીચ પર બને કે નહીં. તેના પર મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચુકી છે. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર ચેન્નઈના પ્રસિદ્ધ મરીના બીચ ખાતે જ કરવામાં આવશે. ડીએમકે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. જી. રામચંદ્રન અને જયલલિતાની જેમ જ મરીના બીચ પર કરુણાનિધિનું સમાધિસ્થળ ઈચ્છી રહી છે. આ મામલે તમિલનાડુની એઆઈએ-ડીએમકેની સરકાર દ્વારા મરીના બીચ પર જમીન ફાળવવા માટેનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. ડીએમકેના ટેકેદારો રાત્રે જ મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. સરકારે જવાબ આપવા માટે સમય માંગતા હાઈકોર્ટે બુધવાર સવાર સુધી સુનાવણી સ્થગિત કરી હતી. ચેન્નઈના મરીના બીચ ખાતે કરુણાનિધિના સ્મારક માટેની માગણી સામેની પાંચ અરજીઓને મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી છે. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારના કાઉન્ટર એફિડેવિટને ગ્રાહ્ય રાખ્યું છે. જો કે અરજદારો દ્વારા કેસ પાછો ખેંચાયા બાદ હાઈકોર્ટ દ્વારા ચુકાદો ફરમાવવામાં આવશે.

મદ્રાસ હાઈકોર્ટમાં ડીએમકેના વકીલે કહ્યુ છે કે તમિલનાડુના સાત કરોડ લોકોમાંથી એક કરોડ લોકો કરુણાનિધિના ટેકેદાર છે. જો મરીના બીચ પર સમાધિ માટે સ્થાન ફાળવવામાં નહીં આવે. તો આનો વિરોધ કરવામાં આવશે. કરુણાનિધિની સમાધિના સ્થાનના વિવાદના વધ્યા બાદ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના સ્મારકની સુરક્ષા વધારવામાં આવી છે. હાઈકોર્ટમાં ડીએમકેના વકીલે તમિલનાડુ સરકારને જણાવ્યું છે કે સરકાર કરુણાનિધિના નિધન પર રાજકીય શોક ઘોષિત કરી શકે છે. તો પછી સમાધિ માટે સ્થાન કેમ આપી શકે નહીં?

ડીએમકેની માગણી પર કરુણાનિધિનું સ્મારક બનાવવા માટે સરકારે ગાંધી મંડપમાં બે એકર જમીનની ફાળવણી કરવાની પેશકશ કરી છે. પરંતુ ડીએમકે મરીના બીચ પર જગ્યાની ફાળવણીની માગણી પર અડગ છે. કરુણાનિધિએ મંગળવારે સાંજે કાવેરી હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. સુનાવણી પહેલા રાત્રે ચેન્નઈમાં ડીએમકેના કેટલાક ટેકેદારો ઉગ્ર બન્યા હતા અને તેમણે તોડફોડ કરી હતી.

સુનાવણી દરમિયાન ડીએમકેના વકીલે કહ્યુ હતુ કે ડીએમકેના સંસ્થાપક અન્ના હંમેશા કહેતા હતા કે કરુણાનિધિ તેમની જિંદગી છે. ગાંધી મંડપ પાસે કરુણાનિધિને દફનાવવા સભ્ય નહીં ગણાય. તમિલનાડુ સરકારે પોતાના શપથપત્રમાં કહ્યુ છે કે જ્યારે કરુણાનિધિ મુખ્યપ્રધાન હતા. ત્યારે પ્રોટોકોલ બતાવવા છતાં તેમણે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જાનકી રામચંદ્રનના સ્મારક માટે જમીનની ફાળવણી કરી ન હતી.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રામાસ્વામીના વકીલે કહ્યુ હતુ કે કરુણાનિધિની સમાધિને લઈને તેમને કોઈ વાંધો નથી. મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે વકીલને કહ્યુ હતુ કે તેઓ કેસ પાછો ખેંચે.  મદ્રાસ હાઈકોર્ટે રામાસ્વામીના વકીલને મરીના બીચ પર કરુણાનિધિની સમાધિ બનાવવાને લઈને કોઈ વાંધો નહીં હોવાનું સોગંદનામું રજૂ કરવા માટે જણાવ્યું હતું. વકીલે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશને આવેદન સોંપ્યું છે. મદ્રાસ હાઈકોર્ટે રામાસ્વામી, કે. બાલુ અને દુરઈસામી સહીતની પાંચ અરજીઓને નામંજૂર કરી છે. અરજદારોએ મરીના બીચ પર કરુણાનિધિની સમાધિ બનાવવાને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો. કરુણાનિધિની સમાધિ મરીના બીચ પર બનાવવાને લઈને ડીએમકેના આયોજન સચિવ આર. એસ. ભારથીએ એફિડેવિટ દાખલ કર્યું છે. મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશે પોતાના ચુકાદામાં તેનો ઉલ્લેખ કર્યો છે.

સરકાર ભેદભાવ કરી રહી છે
ડીએમકે દ્વારા તમિલનાડુ સરકાર પર ભેદભાવનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડીએમકેના એક નેતાનું કહેવું છે કે તેમણે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે કેવી રીતે રાજ્ય સરકારે જયલલિતાના સ્મારક માટે 3400થી 3500 વર્ગ ફૂટની જગ્યા ઉપલબ્ધ કરાવી છે. પરંતુ ડીએમકેને છ ફૂટની જગ્યા આપવાનો ઈન્કાર કરી રહી છે. સરકાર ભેદભાવ કરી રહી છે. એઆઈએડીએમકેની સરકાર દ્વારા જયલલિતાનું પચાસ કરોડના ખર્ચે સ્મારક નિર્માણ થવાનું છે. જો કે એઆઈએડીએમકે દ્વારા ડીએમકે પર સમાધિસ્તાન મામલે રાજકારણ કરવાનો આરોપ લગાવાયો છે.

કરુણાનિધિની સમાધિ માટે મરીના બીચ પર સ્થાન મળવું જોઈએ : રાહુલ
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે જયલલિતાની જેમ કરુણાનિધિ પણ તમિલનાડુના લોકોનો અવાજ હતા. તેવામાં કરુણાનિધિની સમાધિ માટે મરીના બીચ પર સ્થાન મળવું જોઈએ. તો કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે તમિલનાડુની સરકારે આવા પ્રસંગે રાજકારણ કરવું જોઈએ નહીં.

કરુણાનિધિના સમાધિસ્થળ પર કોઈ વાંધો નથી
મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશે કહ્યુ છે કે તેઓ માત્ર તથ્યોનો ઉલ્લેખ કરી રહ્યા છે. કારણ કે ચુકાદો આજે જ આપવાનો છે. ચુકાદો વાંચવાનું શરૂ કરતા પહેલા મરીના બીચ પર કરુણાનિધિના અંતિમ સંસ્કારની મંજૂરી નહીં આપવા સાથે જોડાયેલી ટ્રાફિક રામાસ્વામી સહીત પાંચ અન્ય અરજીઓને મદ્રાસ હાઈકોર્ટે નામંજૂર કરી હતી. કરુણાનિધિના મરીના બીચ ખાતે અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી અરજી પર તમિલનાડુ સરકારે પોતાનું કાઉન્ટર એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં તમિલનાડુ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રવર્તમાન પ્રોટોકોલ પ્રમાણે કરુણાનિધિની સમાધિ માટે બે એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ જમીન ફાળવણી કોઈપણ નેતા માટે આપવામાં આવેલી સૌથી વધારે જમીન છે. કાઉન્ટર એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે અહીં ધ્યાન ખેંચનારી બાબત એ છે કે ઘણાં સ્વતંત્રતા સેનાનીના અંતિમ સંસ્કાર અહીં જ કરાયા છે. તમિલનાડુ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે એવું પ્રતીત થઈ રહ્યું છે કે અરજદારો દ્વારા અજ્ઞાનતાને કારણે મરીના બીચ પર અંતિમ સંસ્કાર પર રોકની માગણી કરતી અરજી કરી છે. અરજદાર ટ્રાફિક રામાસ્વામીના વકીલે કહ્યુ છે કે તેમને કરુણાનિધિના સમાધિસ્થળ પર કોઈ વાંધો નથી. તેમના આ જવાબ બાદ મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશએ તેમને અરજી પાછી ખેંચવા માટે જણાવ્યું હતું.

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિના મરીના બીચ ખાતેના સ્મારક મામલે વિવાદ પર તમિલનાડુની એઆઈએડીએમકેની સરકારે મદ્રાસ હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. આ મામલે આઠ વાગ્યે સુનાવણી શરૂ થઈ હતી. તમિલનાડુ સરકારે કહ્યું છે કે મરીના બીચ પર જગ્યા નથી. તમિલનાડુ સરકારે પોતાના એફિડેવિટમાં કહ્યુ હતુ કે મરીના બીચ પર માત્ર પ્રવર્તમાન મુખ્યપ્રધાનોના અંતિમ સંસ્કારને જ મંજૂરી આપવામાં આવે છે. પલાનીસામીની સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોના અંતિમ સંસ્કાર ગાંધી મંડપમ ખાતે કરવામાં આવે છે. કારણ કે કરુણાનિધિ હાલ મુખ્યપ્રધાન નથી અને તેથી તેમના અંતિમ સંસ્કાર પણ ગાંધી મંડપમ ખાતે કરવામાં આવે. કરુણાનિધિએ જ જાનકી રામચંદ્રનની સમાધિ માટે મરીના બીચ પર સ્થાનની ફાળવણી કરી ન હતી. જો કે ડીએમકેની દલીલ છે કે એવો કોઈ કાયદો નથી કે મુખ્યપ્રધાન હોય તેમની જ અંતિમ વિધિ મરીના બીચ ખાતે કરવામાં આવે.

કરુણાનિધિની મરીના બીચ ખાતે સમાધિ બનાવવાની માગણીનું અભિનેતામાંથી નેતા બનવા તરફ આગળ વધી રહેલા કમલહસને પણ સમર્થન કર્યું છે. મદ્રાસ હાઈકોર્ટે પણ સરકારને ડીએમકેની માગણી પર વિચારણા કરવા માટે જણાવ્યું છે.

Related posts

અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન

Nakulsinh Gohil

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

Hardik Hingu

નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

GSTV Web News Desk
GSTV