GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

મગફળી કૌભાંડ, કલેક્ટર તંત્ર સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે

મગફળી કૌભાંડની તપાસ દરમિયાન સહકારી મંડળીઓના ચોંકાવનારા રાજકીય ગઠબંધન બહાર આવ્યા છે. ત્યારે જામજોધપુરમાં યાર્ડમાંથી મગફળી ખરીદી દરમિયાન જે માટી-પત્થરા પકડાયા હતા. તે માલ મોકલનાર મંડળી સાથે પૂર્વ પ્રધાન ચીમન શાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને થઈ હતી. પરંતુ ત્યાર પછી કંઈ બહાર આવ્યું નથી.

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં મગફળીનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫ કિલો ગ્રામની મગફળીની ગુણી માત્ર ૨૬ કિલોગ્રામના ફોફા જેવી મગફળીથી ભરાઈ ગઈ હતી. આ મગફળી જામજોધપુર સેવા સહકારી મંડળી સાથે ચીમન શાપરિયા જોડાયેલા હતા.

તેઓએ લાખો રૂપિયાની મગફળી વેંચી હતી. જેમાં ભેળસેળની વ્યાપક ફરિયાદ હોવાથી ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ લેખિત ફરિયાદ કરી હતી. જોકે એક વખત તપાસ ચાલુ છે તેવો જવાબ મળ્યો. તો બીજી વખત ‘આ પ્રકારના કારસ્તાન માટે કોઈ જવાબદાર નથી’ તેવો જવાબ મળ્યો હતો. આમ લાખો રૂપિયાનું કૌભાંડ હોવા છતા કલેકટર તંત્રએ સબ સલામત હોવાનું કહ્યું હતું.

Related posts

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

મુસાફરો ન મળતા મોટા ભાગની લોકલ બસ સેવા રદ, ટિકિટ બુકીંગમાં પણ મોટો ઘટાડો

Pravin Makwana

ગીરસોમનાથ જિલ્લામાં મેઘો મહેરબાન, 16 ઈંચ વરસાદથી નદીઓમાં નવાનીરની આવક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!