GSTV

મંદિરો તોડીને બનાવેલી નવ મસ્જીદો પાછી આપી દો : રીઝવીનો મુસ્લિમ પર્સનલ લો બોર્ડને ૫ત્ર

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને એક પત્ર લખીને કહ્યુ છે કે હિંદુઓના મંદિરો તોડીને બનાવવામાં આવેલી તમામ મસ્જિદો પાછી આપવામાં આવે. પત્રમાં રિઝવીએ અયોધ્યાની બાબરી મસ્જિદ સહીત નવ મસ્જિદોનો ઉલ્લેખ કર્યો છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે પ્રતિક્રિયા આપી છે કે મહાદેવ અને ખુદાએ રિઝવીને અમન-ચેન માટે સદબુદ્ધિ આપી.

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદને કોર્ટની બહાર ઉકેલવાની કોશિશો વચ્ચે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ પત્ર લખ્યો છે. આ પત્રમાં રિઝવીએ અયોધ્યાની બાબરી મસ્જિદ સહીત નવ મસ્જિદનો ઉલ્લેખ કરીને હિંદુઓના મંદિર તોડીને બનાવેલી તમામ મસ્જિદો પાછી આપવાની માગણી કરી છે.

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ પત્રમાં જણાવ્યું છે કે મુઘલ બાદશાહોએ અને તેના પહેલા હિંદુસ્તાન આવેલા સુલ્તાનોએ દેશને લૂંટયો અને તમામ મંદિરો તોડયા. કેટલાક મંદિરો તોડીને મસ્જિદો પણ બનાવવામાં આવી. આવી ઘટનાનો ઈતિહાસ સાક્ષી છે. રિઝવીના પત્રમાં ઉલ્લેખિત નવ સ્થાનોમાં અયોધ્યાનું રામમંદિર, મથુરાનું કેશવ દેવ મંદિર, જૌનપુરનું અટાલા દેવ મંદિર, વારાણસીનું કાશી-વિશ્વનાથ મંદિર, પાટણ જિલ્લાનું રુદ્રમહાલય મંદિર, અમદાવાદનું ભદ્રકાળી મંદિર, પશ્ચિમ બંગાળના પંડુવાની અદીના મસ્જિદ, મધ્યપ્રદેશના વિદિશાનું વિજયા મંદિર અને દિલ્હીના કુતુબ મિનારની મસ્જિદ કુવતુલ ઈસ્લામનો ઉલ્લેખ કરાયો છે.

રિઝવીએ ઈસ્લામના ઉદેશ્યોને ટાંકીને કહ્યુ છે કે કોઈપણ કબજે કરાયેલી જમીન પર કોઈ પૂજાસ્થાનને બળજબરીથી તોડીને મસ્જિદ બનાવવી ન્યાયપૂર્ણ નથી. શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષે ક્હ્યુ છે કે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડમાં કટ્ટરપંથી માનસિકતા ધરાવતા મુલ્લાઓનું વર્ચસ્વ છે. તેથી એનજીઓ દ્વારા કટ્ટરપંથી માનસિકતાને કારણે સૂચન પર વિચારણા જ નહીં કરાય તેવો વિશ્વાસ છે.

મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને લખેલા પત્રમાં શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ કહ્યુ છે કે ઈસ્લામ શીખ આપે છે કે ચાહે જાલિમની જ પંચાયત કેમ હોય નહીં.. પણ પોતાના હકની વાત તેમની સામે મૂકવી જોઈએ.. અને હક માંગનારાઓનું જ સમર્થન કરવું જોઈએ. તેમણે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને કેટલાક સવાલો પણ કર્યા છે અને ધાર્મિક સ્થાન તોડીને બનાવવામાં આવેલી ઈબાદતગાહના જાયજપણા પર સવાલ ઉઠાવ્યો છે.

રિઝવીની મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને લખેલી ચિઠ્ઠી મામલે શરૂ થયેલી હંગામેદાર ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે તેમને ધન્યવાદ આપ્યા છે અને કહ્યુ છે કે મહાદેવ અને ખુદાએ રિઝવીને ભારતમાં અમનચેન માટે સામાજિક સદબુદ્ધિ આપી છે.

એક તરફ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે અયોધ્યા વિવાદના વાટાઘાટો દ્વારા ઉકેલવાની કોશિશો થઈ રહી છે. બેંગાલુરુ ખાતે મુસ્લિમ ધર્મગુરુઓ અને અગ્રણીઓ દ્વારા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. તેઓ હાલ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ ધર્મગુરુઓ અને નેતાઓ તથા હિંદુ અગ્રણીઓને મળી રહ્યા છે. 28 માર્ચે શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદના ઉકેલ માટે એક મોટી પણ યોજવાના છે.

Related posts

કોરોનામાં સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કર્યો આ આદેશ, જો કે આ રાહત પણ આપી

Pravin Makwana

કોરોના સારવારની જે દવા માટે ટ્રંપે ભારતને ધમકી આપી છે, તેના વિશે અમેરિકાના ડૉક્ટરોને છે આ શંકા

Ankita Trada

ગાંધી આત્મકથા ચાઈનીઝમાં અનુવાદ કરનારની દિકરીને હાફ કોરોના કહી રહ્યા છે ભારતીય ટ્રોલ્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!