GSTV
Home » News » મંદિરોએ કેન્દ્ર સરકારને કરી દીધી માલામાલ, જાહેર થયો ચોકાવનારો ખુલાસો

મંદિરોએ કેન્દ્ર સરકારને કરી દીધી માલામાલ, જાહેર થયો ચોકાવનારો ખુલાસો

સમગ્ર દેશના મંદિરોએ વીતેલા બે વર્ષમાં કેન્દ્ર સરકારને માલામાલ કરી દીધી છે. ખુદ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે સંસદમાં આપવામાં આવેલી  માહિતિમાં કહી છે. નાણા મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતિ અનુસાર છેલ્લા બે નાણાકિય વર્ષમાં સમગ્ર દેશના મંદિરો તરફથી સરકારની પાસે ગોલ્ડ મોનેટાઈજેશન સ્કીમ અંતર્ગત 10,872 કિલોગ્રામ થી વધુ સોનુ જમા કરાવ્યુ છે. અત્યારે એક કિલો સોનાની કિંમત 31 લાખ રૂપિયા છે.

તૃણમુલના રાજ્યસભાના સભ્ય મો.ઈનામુલ હકે નાણા મંત્રાલયની છેલ્લા બે વર્ષમાં  ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં સમગ્ર દેશમાંથી રોકાણની માહિતિ માંગી હતી. હવે કેન્દ્રિય નાણા રાજ્યમંત્રી પોન રાધાકૃષ્ણને આ સ્કીમ અંતર્ગત મળેલા રોકાણની માહિતિ સંસદને આપી છે. નાણા મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતિ અનુસાર સમગ્ર દેશના મંદિરો, કંપનીઓ તરફથી છેલ્લા બે વર્ષમાં એટલે કે 2016-17માં 4,499.44 કિલો અને  2071-18માં  6,383 કિલો સોનાનું રોકાણ કરવામાં આવ્યું છે.

આ યોજના પછી દેશમાં સોનાની આયાત ધટી

નાણા મંત્રાલય તરફથી સંસદને આપવામાં આવેલી માહિતિ અનુસાર ગોલ્ડ મોનેટાઈજેશન સ્કીમમાં સામાન્ય લોકોએ પણ ઉત્સાહ દર્શાવ્યો છે. વર્ષ 2016-17 અને 2017-18માં સામાન્ય લોકો દ્વારા અંદાજે 1134 કિલો સોનાનુ રોકણ કર્યુ છે.  નાણા મંત્રાલયે દાવો કર્યો છે કે આ યોજના પછી દેશમાં સોનાની આયાત ધટી છે.

2018માં આરબીઆઈ દ્વારા  તેમાં ફેરફાર કરવામાં આવ્યો

સરકાર દ્વારા ઘરો અને સંસ્થાઓમાં રહેલા સોનાને બહાર લાવવા અને તેના યોગ્ય ઉપયોગના ઉદેશથી 2015માં ગોલ્ડ મોનેટાઈજેશન સ્કીમની શરૂઆત કરી હતી.  તે સમયે સરકાર દ્વારા 5 થી 7 વર્ષ સુધી મિડિયમ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝીટ અને 12 વર્ષ માટે લોન્ગ ટર્મ ગવર્નમન્ટ ડિપોઝીટનો વિકલ્પ આપ્યો હતો. 2018માં આરબીઆઈ દ્વારા  તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં એક વર્ષ ત્રણ મહિના, 2 વર્ષ 4 મહિના અને 5 દિવસ જેવા વિકલ્પ આપવામાં આવ્યા હતા. આ સ્કિમમાં 2.25 થી 2.50 ટકા સુધી વ્યાજ મળે છે.

Related posts

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના ઈતિહાસમાં આ વખતે સૌથી ઓછું મતદાન

Mayur

સુપરસ્ટાર સલમાને મમ્મી સાથે કર્યો ડાન્સ, ઝડપથી થઈ રહ્યો છે VIDEO વાયરલ

Dharika Jansari

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!