મંગળવાર વિશેષ : આ ખાસ પૂજા કરો, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

હનુમાનજી મંગળવારના દેવતા માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા સૌથી પહેલા મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો કેટલાક સમયમાં જ તમારું નસીબ બદલાઇ શકે છે. મંગળવારના દિવસે કરવામાં આવેલા સરળ ઉપાયો જે ઘન-સપંતિની સાથે સાથે મનની શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે.હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ તરત જ પૂર્ણ કરે છે.

શ્રીરામના ભક્ત હનુમાનજીની કૃપા પ્રાપ્ત થતા જ ભક્તોના તમામ દુ:ખ દૂર થઇ જાય છે. પૈસાથી જોડાયેલી સમસ્યાઓ સમાપ્ત થઇ જાય છે. કોઇ રોગ હોય તો તે પણ દૂર થઇ જાય છે. આ સાથે જ કોઇ વ્યકિતની કુંડળીમાં કોઇ ગ્રહદોષ હોય તો પવનપુત્રની પૂજાથી તે દૂર થઇ જાય છે. 

હનુમાનજીની પૂજાના ખાસ ઉપાયો:

હનુમાનજીને સિંદુર ચઢાવો:


હનુમાનજીને સિંદુર અને તેલ અર્પિત કરો. જે રીતે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિ અને સ્વામીની લાંબા આયુ માટે સિંદૂર લગાવે છે એ જ રીતે હનુમાનજી પણ પોતાના ભગવાન શ્રીરામ માટે પૂરા શરીરમાં સિંદૂર લગાવે છે. જે વ્યકિત શનિવારના હનુમાનજીની સિંદૂર અર્પિત કરે છે તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. 

પીપળાના ઝાડની નીચે કરો આ ઉપાય:
કોઇ પણ પીપળાના ઝાડને જળ ચઢાવી અને સાત વખત પરિક્રમા કરો. ત્યાર બાદ પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 

નારિયેળનો ઉપાય:


કોઇ પણ હનુમાન મંદિરમાં જાઓ, ત્યારે સાથે નારિયેળ લઇને જાઓ. મંદિરમાં નારિયેળે તમારા માંથા પરથી સાતવખત ફેરવો. ત્યારબાદ આ નારિયેળ હનુમાનજીની સામે ફોડી દો. આ ઉપાય કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઇ જશે. શનિવારના હનુમાનજીના મંદિરમા 1 નારિયળ પર સાથિયો બનાવી અને હનુમાનજીને અર્પિત કરીને હનુમાનજીના ચાલીસાનો પાઠ કરો.

ચાર દિવેટનો દિવો:
હનુમાનજીની સામે શનિવારના રાતે ચાર દિવેટનો દિવો કરો. આ એક નાનો પરંતુ ચમત્કારી ઉપાય છે. આ ઉપાય નિયમિત રીતે કરવામાં આવે તો ઘર-પરિવારની તમામ મુશ્કેલીઓનો સમાપ્ત થઇ જશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter