મંગળવારે આ રીતે કરો હનમાનજીને પ્રસન્ન, ધન સંબંધી સમસ્યાઓ થશે દૂર

મંગળવાર હનુમાનજીનો દિવસ ગણાય છે. જો તમારા જીવનમાં પણ ધન સંબંધી સમસ્યાઓ હોય તો મંગળવારે આ ઉપાય કરીને હનુમાનજીને પ્રસન્ન કરો. આ ઉપાય કરવાતી તમારા આર્થિક સંકટો દૂર થશે અને ધનવૃદ્ધી થશે.


કાળા રંગને સામાન્યરીતે નકારાત્મકતાની નિશાની માનવામાં આવે છે. કોઇપણ શુભ કામમાં કાળા રંગનાં કપડાં ન પહેરવાની સલાહ અપાય છે. પરંતુ એ પણ સત્ય છે કે કાળો રંગ આપણું ખરાબ દ્રષ્ટિથી રક્ષણ કરે છે.


હનુમાનજીની મૂર્તિ સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને કાળા દોરામાં નવ ગાંઠ મારી દો. ગાંઠ માર્યા પછી હનુમાનજીનાં ચરણોનું સિંદૂર આ ગાંઠ પર લગાવી દો. હવે જય સિયારામનો જાપ કરતાં કરતાં આ દોરાને ઘરે લઇ આવો. હવે આ દોરાને તમારા ઘરનાં મુખ્ય દરવાજા પર બાંધી દો.


આમ કરવાથી ઘરમાં ભૂત-પ્રેત, ખરાબ નજર, બીમારી વગેરે પ્રવેશ નહીં કરી શકે. બજરંગબલી સ્વયં તમારા ઘરનું રક્ષણ કરશે. જો આ સિદ્ધ કરેલાં દોરાને તિજોરી પર બાંધી દેશો તો ધનવૃદ્ધિ થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter