ભોજનને સ્વાદિષ્ટ બનાવતા ગરમ મસાલાના આ સ્વાસ્થ્યવર્ધક ફાયદા તમે નહી જાણતા હોય

ગરમ મસાલાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આ મસાલો સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર તેમાં અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે તેથી તે સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે. ગરમ મસાલો બનાવવાની કોઈ એક નક્કી કરેલી રીત નથી હોતી. દરેક ઘરમાં ગરમ મસાલો અલગ અલગ રીતે બને છે. લોકો પોતાના સ્વાદ અનુસાર શાક દાળમાં તેનો ઉપયોગ કરે છે. 

ગરમ મસાલો ભારતના પારંપરિક મસાલાઓનું મિશ્રણ છે. આ મસાલાનો ઉપયોગ શાકાહર અને માંસાહાર એમ બંને પ્રકારના ભોજનમાં કરવામાં આવે છે. ગરમ મસાલાથી થતા ફાયદાની વાત કરીએ તો ગરમ મસાલો ભૂખ વધારે છે. પેટમાં અમાશય રસને વધારી અને પાચન ક્રિયાને સુધારે છે. તેમાં લવિંગ અને જીરાનો ઉપયોગ થયો હોય છે. તેમાંથી લવિંગ એસિડિટીને કાબૂમાં રાખે છે જ્યારે જીરું અપચો દૂર કરે છે. ગરમ મસાલાથી પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે. 

ગરમ મસાલામાં ફાઈટોન્યૂટ્રીયંટ્સ હોય છે જે મેટાબોલિઝમ સુધારે છે. તેમાં ઉપયોગમાં આવતા કાળા મરી સ્વાસ્થ માટે લાભકારી સાબિત થાય છે. આ ઉપરાંત ગરમ મસાલામાં અનેક મિનરલ્સ પણ હોય છે. તેમાં એલચી હોય છે જે શ્વાસની દુર્ગંધને દૂર કરે છે. તેમાં એન્ટીઓક્સીડેંટ હોય છે જે ત્વચાની તકલીફોને પણ દૂર કરે છે. જે ગરમ મસાલો આટલો ઉપયોગી છે તેની રીત પણ નોંધી લો ફટાફટ.

ગરમ મસાલાની રીત :2 ગ્રામ ફૂલચક્રી, 6 ગ્રામ મોટી એલચી, 3 ગ્રામ કાળા મરી, 7 ગ્રામ તજ, 6 ગ્રામ લવિંગ, 4 ગ્રામ એલચી, 1 ગ્રામ જાવંત્રી, 20 ગ્રામ આખા ધાણા, 17 ગ્રામ જીરું, 2 ગ્રામ જાયફળ , 3 ગ્રામ નમક. આ તમામ વસ્તુઓને એક ફ્રાઈગ પેનમાં લઈ અને ધીમા તાપે શેકવી. બધી જ સામગ્રીમાંથી સુગંધ આવવા લાગે એટલે તેને ગેસ પરથી ઉતારી અને ઠંડી થવા દેવી અને પછી તેને મિક્ષરમાં બારીક પીસી લેવું. આ મસાલાને એરટાઈટ ડબામાં પેક કરી લેવો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter