ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે પીએમ નરેન્દ્ર મોદી પર કર્યો શાબ્દિક હુમલો

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે. વિખ્યાત અર્થશાસ્ત્રી મનમોહનસિંહે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાસન ભારત માટે સારું નથી. કારણ કે મોદીએ મતદાતાઓનો ભરોસો તોડયો છે. નરેન્દ્ર મોદી એવી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે કે જે દેશમાં કોમવાદી હિંસા, મોબ લિંચિંગ અને ગૌરક્ષા સાથે જોડાયેલા મામલાઓ પર મોટેભાગે મૌન પાળે છે.

મનમોહન સિંહે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર હેઠળ દેશની યુનિવર્સિટીઓ અને સીબીઆઈ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓને નુકસાન પહોંચી રહ્યું છે. હાલ સીબીઆઈમાં બે ટોચના અધિકારીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપના મામલે સંકટની સ્થિતિ છે. ત્યારે મનમોહનસિંહે સૂચક ટીપ્પણી કરતા કહ્યુ છે કે 2014માં મોદી ભારતના લોકોને તમામ પ્રકારના મોટા-મોટા વાયદા કરીને ભારતના 14મા વડાપ્રધાન તીકે ચૂંટાયા હતા. પરંતુ ગત ચાર વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે મતાદાતાઓની આશાઓને પુરી કરી નથી અને વોટરોનો ભરોસો તોડયો છે.

મનમોહનસિંહે કહ્યુ છે કે મોદી અસત્યવાદી વડાપ્રધાન છે અને થરુરે પોતાના પુસ્તકમાં આ બાબતને ખૂબ સારી રીતે રજૂ કરી છે. થરુરના પુસ્તક ધ પેરાડોક્સિયલ પ્રાઈમ મિનિસ્ટર – નરેન્દ્ર મોદી એન્ડ હિઝ ઈન્ડિયાના વિમોચન પ્રસંગે ડૉ. મનમોહનસિંહે ખૂબ જ સૂચક અને આકરી ટીપ્પણીઓ કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter