GSTV

ભીંડીબજારનું બિલ્ડિંગ કકડભુશ : મૃત્યુ આંક 34, અત્યાર સુધી  47 લોકો બચાવવામાં આવ્યા

Last Updated on September 1, 2017 by

મુંબઇના ભીંડી બજાર વિસ્તારમાં ગુરુવારે ત્રણ માળની હુસૈની બિલ્ડિંગ પડી ભાંગી હતી. ગુરુવારે સવારે 8.25 વાગ્યે મૌલાના શૌકતઅલી માર્ગ પરની પાકમોડિયા સ્ટ્રીટ કિતાબ ઘર બોરી મહોલ્લાનું ગ્રાઉન્ડ છ માળનું 117 વર્ષ જૂનું આરસીવાલા બિલ્ડિંગ (હુસૈની બિલ્ડિંગ) કકડભુશ તૂટી પડયું હતું.

આશરે બિલ્ડિંગમાં 60 થી 65 માણસો ફસાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ હોનારતમાં કુલ 34 જણનાં મોત અને 15 જણ ઘાયલ, 47 લોકો બચાવમાં આવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, બે રેસ્કયુ વાન, 108 એમ્બ્યુલન્સ અને જેસીબી મશીન્સ ઘટના સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ પણ મદદ માટે દોડ્યા હતા અને પાંચ જણને કાટમાળ હેઠળથી ગણતરીની મિનિટોમાં કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવાયા હતા.

એનડીઆરએફની બે ટીમ પણ ત્યાં કાટમાળમાં ફસાયેલાં લોકોને બચાવવા પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગના ઉપરના ત્રણ માળ ગેરકાયદે હતા તેમજ પહેલે બીજે માળે ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું હતું. આ બિલ્ડિંગના ભોંયતળિયે પ્લે ગ્રૂપ છે જે સવારે 11 વાગ્યે શરૂ થાય છે. જો મકાન એ સમયે તૂટયું હોત તો ૨૦થી ૨૫ બાળકોએ જીવ ગુમાવવો પડયો હોત.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રૂ. ભિંડી બઝાર મકાન તૂટીમાં મૃત્યુ પામેલા લોકોના ભાવિ માટે 5 લાખ સહાયની ઘોષના કરી છે.

 

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!