GSTV
Home » News » ભાવનગર : શરદપૂનમ નિમિત્તે લોકોએ લાખો રૂપિયાના ઊંધિયું-દહીંવડાની લિજ્જત માણી

ભાવનગર : શરદપૂનમ નિમિત્તે લોકોએ લાખો રૂપિયાના ઊંધિયું-દહીંવડાની લિજ્જત માણી

આજે શરદપૂનમના પર્વે ખાણીપીણીનું એક અનેરું મહત્વ હોય છે. આજના આ પર્વે લોકો પોતાના ઘરે ઊંધિયુ અને દહીવડાનું ખુબજ મહત્વ હોય છે. ત્યારે આજે ભાવનગરમાં ઠેર ઠેર ફરસાણની દુકાનોની બહાર ઊંધિયા તેમજ દહીવડાનું વેચાણ થયું હતું.

આજે ભાવનગરના લોકો લાખો રૂપિયાનું ઊંધિયું તથા દહીવડાને આરોગી ગયા હતા. આ વખતે શાકભાજીના ભાવ આસમાને હોવાથી ઊંધિયાની કિંમત પણ વધારે જોવા મળી હતી. આ વખતે ઊંધિયું 200 રૂપિયે કિલોના ભાવે વેચાણ થયું હતું.

જો કે મોંઘવારીનો માર આ વર્ષે લોકોને ભારે સહન કરવો પડી રહ્યો છે તેમજ વેચાણમાં પણ 40% નો ઘટાડો નોંધાયો હતો. જો કે લોકો માટે રાહતના ભાવે પણ અનેક સ્થળો પર વિતરણ કરવામાં આવ્યું જેમાં રૂ. 120 કિલોના ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું. જેથી સામાન્ય લોકો પણ ઊંધિયા, દહીવડાની મજા માણી શકે.

આજે બપોરે ઊંધિયું અને દહીવડાની લિજ્જત ઉઠાવી ભાવનગરીઓએ શરદ પૂનમની ઉજવણી કરી છે તો રાત્રે ચંદ્રના પ્રકાશમાં દૂધ પૌવાની પણ મજા માણી શરદ પૂનમની ઉજવણી કરશે.

Related posts

નવસારીમાં આકરા દંડથી બચવા લોકોએ આરટીઓ બહાર લગાવી લાંબી લાઈનો

Nilesh Jethva

મહીસાગર જીલ્લાના વરસાદની પધરામણી થતા ખેડૂતોની ચિંતા વધી

Nilesh Jethva

અચાનક જ રૂપિયાની જરૂર પડે તો? તમારા ઘરમાં રહેલી આ વસ્તુ પર તરત જ મળશે લોન, ગેરેન્ટરની પણ નહી પડે જરૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!