GSTV

ભાવનગર: મેઘરાજાના રિસામણાથી ધરતીપુત્રો ચિંતાતુર

Last Updated on July 16, 2017 by

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન બન્યા છે તો ગોહિલવાડમાં ખેડૂતો સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ભાવનગરમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર છે. ખેડૂતોએ ખેતરોમાં વાવણીનો પ્રારંભ તો કરી દીધો છે, પરંતુ સારા વરસાદ ન થવાથી પાક બળી જવાની દહેશત ખેડૂતોમાં ઉભી થઈ છે.

ખેડૂતોનું કહેવુ છે કે, આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. ખેતરોમાં જે મોલાતો ઉભી છે તેને બચાવવા ખેડૂતો સાથે મોટો પડકાર છે. કુદરતની સામે કાળા માથાનાં માનવીનું કંઈ ચાલતું નથી ત્યારે જગતનો તાત નિસાસો નાખી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે. ભાવનગરમાં વરસાદ ન પડતાં લોકોની સાથે ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!