ભાવનગરની ગ્રાન્ટેડ બીએડ કોલેજોના કારણે 50 વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ

ભાવનગરમાં ગ્રાન્ટેડ બીએડ કોલેજોમાં 50થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. યુનિવર્સીટીએ તેમનું એનરોલ્મેન્ટ કર્યુ નથી અને પરીક્ષા પણ રદ કરી દીઘી છે. ત્યારે આ વિદ્યાર્થીના ભાવી અંગે નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી સાથે સલગ્ન આ કોલેજ ૫૪ વર્ષના સમયગાળામાં ક્યારેય પણ વિવાદમાં આવી નથી. આ સરકારી કોલેજમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ નજીવી ફીમાં બીએડનો અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે આ વિદ્યાર્થીઓ તેમના ભાવીને લઈને ચિંતિત બન્યાં છે.. આ અંગે યુનિવર્સીટીના

કુલસચિવ જણાવી રહ્યાં છે કે એન.સી.ઈ.ટીની મજુરી કોલેજને મળી નથી. જેના કારણે વિધાર્થીનું એનરોલમેન્ટ અટકાવવામાં આવ્યું છે. એનરોલમેન્ટ થાય તો જ પરીક્ષા લઈ શકાય. જેથી પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. જો કે વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીના સત્તાધીશોને આ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરી છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter