GSTV

ભાવનગરના શિહોરમાં ઈમારત ધરાશાયી, જાનહાની ટળી

Last Updated on September 1, 2017 by

ભાવનગરના શિહોરમાં વધુ એક વખત ઈમારત ધરાશાયી થઈ છે. જો કે સદનસીબે જાનહાની ટળી છે. ખારકુવા ચોક પાસે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેથી અત્યંત ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યુ છે.

આ પરિવાર હવે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યો છે. હિતેશ કંસારા નામના ઘર માલિક નોકરી પર હતા. તેમજ તેમના પત્ની પુત્રને શાળાએ મુકવા ગયા હતા.

તે સમયે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેથી થોડી વાર માટે નાસભાગ મચી હતી. જો કે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

જો કે આ ગરીબ પરિવારજનો સહાયની માંગ કરી રહ્યા છે.

 

Related posts

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

ઇતિહાસ / કહાની ગુજરાતની એક એવી વાવની, જેની અંદર બની છે 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ: જાણો તેના વિશે

Zainul Ansari

AMC કમિશ્નરનો આદેશ, વર્ગ-1 અને 2ના અધિકારીઓને તમામ મિલકતોની આપવી પડશે જાણકારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!